ડો. રમેશભાઇ ભયાણી
ભારત સ્વતંત્ર થયું તે પહેલા વિજ્ઞાનનો વિકાસ સારો એવો થયો હતો જેમાં ડો. સી.વી. રામન, ડો. મેઘનાદ શાહ, જગદીશચંદ્ર બોઝ અને આચાર્ય પ્રફુલ્લચંદ રોય જેવાનો સમાવેશ થાય છે. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ ભારતે વિજ્ઞાનક્ષેત્રે ખૂબ ઝડપથી પ્રગતિ કરી છે. નવી પેઢીના વિજ્ઞાનીઓએ વિજ્ઞાનની નવી શાળાઓનો નૂતન રીતે વિકાસ કર્યોં. આપણે જાણીએ છીએ સ્વતંત્રતા પ્રાપ્તીના ૬૦ વર્ષ પછી ભારતે અવકાશીય ક્ષેત્રે ચંદ્રયાન-૧ની અંતરીક્ષમાં મોકલવાની તૈયારી આરંભી દીધી છે. અંતરીક્ષ ક્ષેત્રના પિતામહ એવા ડો. વિક્રમ સારાભાઇને આભારી છે. એ જ રીતે ભારતમાં પરમાણું ઉર્જાના પિતા ડો. હોમી ભાભા, પરમાણુ બોમ્બના જનક ડો. રાજા રામન્ના અને કૃષિ ક્ષેત્રે સંક્રાંતિ લાવનાર ડો. એમ. એસ. સ્વામીનાથન જેવા વિજ્ઞાનીઓને કારણ પ્રગતિ થઇ શકી છે. એ જ રીતે મિસાઇલ્સ પ્રક્ષેપાસ્ત્ર રચના અને ઉત્પાદનનું આયોજન કરવામાં આવેલ જેની જવાબદારી આપણા આદરણીય રાષ્ટ્રપતિશ્રી ડો. એ.પી.જે. અબ્દુલ કલામને સોંપવામાં આવી. ૧૯૮૩માં આઇજીએમડીપીની સ્થાપના કરવામાં આવેલી. પ્રક્ષેપાસ્ત્રોના વિકાસ માટે કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી તે અનુસાર છ વર્ષના ગાળામાં પાંચ પ્રક્ષેપાસ્ત્રોમાં પૃથ્વી, અગ્નિ, આકાર, ત્રિશુલ અને નાગમાંથી ત્રણ પ્રક્ષેપાસ્ત્રોનું સફળ પરીક્ષણ કર્યું. ડો. કલામનું સ્વપ્ન છે કે ભારતને ર૦ર૦ સુધીમાં વિકસીત રાષ્ટ્ર બનવાનું છે. ભારત માટે આગળ વધી રહ્યું છે. આજે સંરક્ષણ, સંશોધન અને વિકાસ સંગઠન (ડી.આર.ડી.ઓ.)માં ૭૦૦૦ વૈજ્ઞાનિકો કાર્ય કરી રહ્યા છે. જેના સચિવ તરીકે ડો. કલામે કાર્ય કર્યું છે.
મિસાઇલો સામાન્ય રીતે ચાર પ્રકારના હોય છે. જેમાં જમીન ઉપરથી જમીન ઉપર, જમીન ઉપરથી આકાશમાં, આકાશમાંથી આકાશ ઉપર અને આકાશમાંથી જમીન ઉપર પ્રહાર કરી શકે.
અગ્નિ-૩ને ઓરિસ્સના દરિયા કિનારા પર આવેલ વ્હિલર ટાપુ ઉપરથી છોડવામાં સફળતા મળી સંરક્ષણ ક્ષેત્રેના નિષ્ણાતે જણાવ્યું કે ભારતે આજે જે સિધ્ધિ હાંસલ કરી છે તે બિરદાવવા જેવી છે કારણ કે સંરક્ષણ ક્ષેત્રે હવે વિશ્ર્વના અન્યો દેશોની માફક સધ્ધરતા પ્રાપ્ત કરી છે. આ મિસાઇલની ડિઝાઇન અને વિકાસ એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી (એએસએલ) હૈદ્રાબાદ ખાતે કરવામાં આવેલ જે ડી. આર. ડી. ઓ. નું એક એકમ છે.
આ પહેલાં ૧૯૮૮માં જમીન ઉપરથી જમીન ઉપર માર કરવાના મિસાઇલ પૃથ્વીની સફળતા પ્રાપ્ત કરેલી જેની ક્ષમતા ૧૫૦ થી ર૫૦ કિ.મી. તેના ૧ર પરીક્ષણો કરવામાં આવ્યા અને સફળતા મળેલી, આકાશ-મિસાઇલને સફળતા ૧૯૯૦ જમીન ઉપરથી હવામાં વાર કરી શકતા અને ર૫ કિ.મી. ક્ષમતા ધરાવે છે. તે બનાવવામાં સફળતા મળી. ત્રિશૂલ મિસાઇલ બનાવવામાં સફળતા ૧૯૮૫માં મળેલી જમીન ઉપરથી હવામાં વાર કરવામાં ૫૦૦ મીટરથી છ કિ.મી. ક્ષમતા ધરાવતા મિસાઇલ બનાવવામાં સફળતા મળેલી, ટેન્ક ઉપર વાર થઇ શકે તેવા ‘નાગ’ મિસાઇલ બનાવવામાં સફળતા મળી.
આ બધામાં સૌથી વધુ ‘અગ્નિ’ પ્રોજેકટ ભારત માટે મહત્વાકાંક્ષી મિસાઇલ કાર્યક્રમ હતો. ૧૯૮૯માં આ પ્રોજેકટ અનુસાર ‘અગ્નિ-૧’ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવેલ જયારે ૧૭મી જાન્યુઆરી ર૦૦૧ના રોજ ઓરિસ્સાના ચાંદીપુરના વ્હીલર ટાપુ ઉપરથી અગ્નિ-રનું પરીક્ષણ કરવામાં આવ્યું અને સફળતા માટે અગ્નિ-૧ની ક્ષમતા ૧ર૦૦ કિ.મી. ની હતી, પ્રથમ કક્ષામાં ઘન બળતણ અને દ્વિતીય કક્ષામાં પ્રવાહી બળતણનો ઉપયોગ કરવામાં આવશે. આ બેલેસ્ટિક મિસાઇલ રાખી જે જમીન ઉપરથી ઉડ્ડયન કર્યા બાદ અવકાશમાં દૂર સુધી જઇ પૃથ્વીના વાતાવરણમાં પાછું ફરી લક્ષ્ય પર ત્રાટકે છે. તેનું વજન ૧૯ ટન અને ૧ ટન જેટલો મારક જથ્થો લઇ જવાની ક્ષમતા ધરાવે છે. અગ્નિ-રનું પ્રથમ પરીક્ષણ ૧૯૯૯માં કરવામાં આવેલ. તેની ક્ષમતા ર૦૦૦ કિ.મી. સુધીની છે.
અગ્નિ-૩ એક વિશિષ્ટ પ્રકારનું મિસાઇલ છે જેની ક્ષમતા ૩૦૦૦ થી ૩૫૦૦ કિ.મી. સુધીની છે. જેના દ્વારા પાકિસ્તાન અને ચીનના લગભગ બધા જ મુખ્ય શહેરોને તેમજ મથકો પ્રહાર થઇ શકે છે. અગ્નિ-૩ એ મિસાઇલ કરતા એ જ જુદા જ પ્રકારની ખાસ સિસ્ટમ ધરાવે છે. મિસાઇલનો વ્યાસ બે મીટરનો છે.
જેમાં પ્રથમ ભાગમાં ૩૦ ટન અને બીજા ભાગમાં ૯ ટન ઘન બળતણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના તાપમાન સહન કરવાની શકિત ર૫૦૦ અંશ સેલિસ્યસની છે એટલે અવકાશમાં જરી કરી પાછા પૃથ્વીના વાતાવરણમાં આવતા ઘર્ષણ બળને કારણે ઉત્પન્ન થતી ઉષ્ણતામાનની અસર થતી નથી.
અગ્નિ-૩ ને સફળતા આપનારોમાં એડવાન્સ સિસ્ટમ લેબોરેટરીના ડાયરેકટર અવિનાશ ચંદર અને આ પ્રોગ્રામના ડાયરેકટર છે. ઉપરાંત બી. શંકરારાવ ડાયરેકટર કમ્પોસાઇટ પ્રોજેકટ ડેવલોપર સેન્ટર એએસએલ, તેમજ સંકલન ડો. વી. જી. સંકરણ જે પ્રોજેકટ ડાયરેકટર તથા તેની સાથે સંકળાયેલા પ્રોજેકટ ડાયરેકટર ટેસી થોમસ હતા.
અવિનાશ ચંદર જેવો લાંબા અંતરે માર મારનાર મિસાઇલ તૈયાર કરવા માટેના નિષ્ણાત છે. દિલ્હીની આઇઆઇટી ૧૯૭રમાં ઇલેકટ્રીકલ એન્જિનીયરીંગનો અભ્યાસ કરી અને ડીઆરડીઓમાં જોડાયા. તેઓ ૧૯૮૯માં ડેપ્યુટી ડાયરેકટર તરીકે ‘અગ્નિ’ના પ્રોજેકટમાં જોડાયા. આ રીતે તેઓ અગ્નિ મિસાઇલના પ્રોજેકટમાં છવાયેલા રહ્યા. તેઓ અને તેમના સાથીદારો આ અગ્નિ-૩ પ્રોજેકટને સફળ બનાવ્યો. અગ્નિ-૩ મિસાઇલ ૪૮.૩ ટન વજન ધરાવે છે અને ૧૬.૭ મીટર લંબાઇ ધરાવે છે. તે ન્યુકિલયર યુધ્ધ માટેના સરજામ ૧.૫ ટન ધરાવતી ક્ષમતા ધરાવે છે. આ પ્રોજેકટ સફળ બનાવવામાં ર૫૮ જેટલા વિવિધ ઉદ્યોગોની મદદ લેવાઇ હતી. ભારતે મિસાઇલ ક્ષેત્રે અગ્નિ-૩ પરીક્ષણમાં સફળતા મેળવી સમગ્ર વિશ્ર્વને વિચારતું કરી દીધું છે.
ભારતે અગ્નિ-૩થી આપણા રાષ્ટ્રીપતિનું સ્વપ્ન પરિપૂર્ણ થયેલ છે. પાકિસ્તાન પાસે ઘોરી મિસાઇલ છે જે તેમણે ચીન અને કોરિયા પાસેથી તૈયાર લીધેલી ટેકનોલોજીની પેદાશ છે જયારે ભારતે પોતાની જાતે જ સ્વયંમ વિકસિત કરેલી ટેકનોલોજીનું પરિણામ છે.
જે માટે આપણા વૈજ્ઞાનિકોને સલામ કરવી પડે. ભવિષ્યમાં ૫૦૦૦ કિ.મી. ની ક્ષમતા ધરાવતા મિસાઇલ વિકસિત કરવા વિચારાયું છે તે માટે તેવો સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા.