
ભારતીય સંસ્કૃતિમાં નૂતનવર્ષનું ખુબજ મહત્વ છે. બહુરંગી તહેવારોની વણજારની પરાકાષ્ટા એટલે દિવાળી અને ત્યારબાદનું સુપ્રભાતમ્ એટલે નૂતનવર્ષ, વિક્રમ સંવતનું આ નવું વર્ષ કારતક સુદ એકમના દિવસથી શરું થાય છે. આ નૂતનવર્ષ એટલે માત્ર આનંદનો જ દિવસ નહિ, જીવનમાં નકારાત્મક તત્વોને તજવાનો અને હકારાત્મક તત્વોને અપનાવવાનો દિવસ આ વર્ષે અપનાવેલ શુભ સંકલ્પો વ્યકિતના જીવનમાં માનસપટ્ પર ચિરસ્થાઈ રહે છે. આ નૂતનવર્ષ એટલે વ્યકિતએ આખુ વર્ષ આનંદમાં પસાર કરવાનું છે કે ઉદાસીનતામાં ને નક્કી કરવાનો દિવસ.
આ નૂતનવર્ષનો ઉલ્લેખ આપણા પુરાણોમાં પણ ધણી જગ્યાએ જોવા મળે છે. પૌરાણીક કથા મુજબ વિષ્ણુભકત પ્રહલાદ્નના નાસ્તિકવાદી પુત્ર વિરોચનનો પુત્ર બલિ પ્રજાને સુશાસન આપનાર રાજા હતો, પરંતુ િપતાના ઘર્મ પ્રત્યેની અશ્રઘ્ઘાના ભરપુર ગુણો તેનામાં પણ હતા. તેના આ નાસ્તિક સ્વભાવે સમાજમાં રહેલી વર્ણ વ્યવસ્થામાં ભારે ખલેલ ઉભી કરેલી. તેણે આસૂરી વૃત્તિના રુઢિચૂસ્ત ક્ષત્તિયોને રાજય વહીવટમાં ઉચ્ચસ્થાન આપ્યું, બાર્હમણોને તેના મૂળ કાર્ય સંસ્કૃતિ રક્ષામાંથી ચલાયમાન કરીને માત્ર કર્મકાંડો તેમજ હોમ-હવનો પૂરતું જ મર્યાદિત રાખ્યા તેમની પાસેથી શિક્ષણ આપવાનું કાર્ય સતત રાચતા વૈશ્ય વર્ગને વ્યાપર-વાણિજયનું કાર્ય સોપ્યું રાજા બલિની આ નાસ્તિકવાદી વૃતિને કારણે ત્રણે વર્ણો બર્હમાજીએ સોંપેલા તેના કાર્યોમાંથી ચલિત થવા લાગ્યા અને અઘઃપતન તરફ વળયા. ઇશ્વર પત્યે તેમજ વેદ ધર્મ પત્યેની આસ્થામાં ભારે ઘટાડો થયો. સમાજમાંથી સંસ્કારોનો લોપ થયો અને તેના સ્થાને કૂસંસ્કારો વધ્યા. જયાં સત્ય અને પમાણિકતાનું મહત્વ હતું તેનું સ્થાન નાણાંએ લઈ લીધુ.
સમાજમાં વધેલા આ કુસંસ્કારોનો નાશ કરવા તેમજ ધર્મ અને સાંસ્કૃતિક મૂલ્યોની પુનઃ સ્થાપના થાય તે માટે ભગવાન વિષ્ણુએ વામન અવતાર તરીકે અદિતિના કૂખે જન્મ લઇ સમાજમાં વેદ ધર્મનો પચાર કર્યો, વામનમાંથી વિરાટ બની રાજા બલિ પસેથી દાનમાં આકાશ, પાતાળ અને પૃથ્વી માગી લઇ તેને સન્માનપૂર્વક સુતલમાં મોકલી તેના વ્દારપાલ તરીકે રહેવાનું વચન આપ્યું ત્યારથી આ નૂતન વર્ષના દિવસને બલિ પતિપદા તરીકે પણ ઓળખવામાં આવે છે. વામને બહમાજીએ રચેલી વર્ણવ્યવસ્થા મુજબ શિક્ષણ પુનઃબાર્હમણોને, રાજયતંત્ર ક્ષત્રીયોને તેમજ વ્યાપર-વાણિજય સમાજમાં રહેલા સત્યનિષ્ઠ વૈશ્યોને સોંપી ધર્મ અને સંસ્કૃતિની પુનઃ સ્થાપના કરી.
આ નૂતન વર્ષના દિવસે ગોવર્ધન ઉત્સવ તેમજ અન્નકૂટ કરવાના ઉલ્લેખો પણ મહાભારત કાળમાં જોવા મળે છે. આ શુકલપક્ષના પ્ડવાના દિવસે જ શ્રી કૃષ્ણે, પોતે ઈન્દૃની પૂજા છોડીને જીવનમાં બરકત આપનાર ગોવર્ધન પર્વતની પૂજા કરી હતી અને યાદવોને ૫ણ તેમ જણાવ્યું હતું. આમ, નૂતન વર્ષ એટલે જુની જડવૃત્તિ તજવાનો અને નૂતન અભિગમોને અપનાવવાનો દિવસ, નવા સંકલ્પો કરવાનો અને તેને ચરિતાર્થ કરવાનો દિવસ. આ નૂતન વર્ષ એટલે જુની વેર-વૃત્તિઓ દુશ્મનાવટોને મૈત્રીમાં બદલવાનો દિવસ. આજના વર્તમાન સમયમાં જયારે સ્વાર્થવૃત્તિ, વ્યકિતવ્દેશ વગેરે આપ્ણા જીવનમાં જડ જમાવી બેસી ગયેલ છે અને જીવનની ભાગદોડમાં આપ્ણને સત્યનિષ્ઠ તત્વોને પીછાણવાનો સમય પ્ણ નથી મળી રહયો ત્યારે આજનો દિવસ આપણને સત્ત તત્વોને ઓળખવાનો અને તેના પતિ પયાણ કરવાનો આપણને એક અવસર પૂરો પાડે છે, આ શુભ અવસરને જતો ન કરીએ એજ આ નૂતન વર્ષનો વાસ્તવિક સંદેશ છે.