એક ફકીર વીસ વરસથી નિયમિત પણ મસ્જિદમાં દિવસની પાંચ નમાજ પઢતો હતો. તે જે જગ્યાએ નમાજ અદા કરતો હતો, એટલી જગ્યામાં એના હાથનાં અને પગનાં નિશાન પડી ગયેલાં ! વીસમું વરસ અને સાંજની છેલ્લી નમાજ જ્યારે તે અદા કરતો હતો, ત્યારે આકાશવાણી થઈ.
‘હે ફકીર, તું વીસ વરસથી એક જ જગ્યાએ રોજ પાંચ પાંચ નમાજ અદા કરે છે પણ ખુદાના દરબારમાં તારી એક પણ નમાજ મંજૂર થઈ નથી !
આ સાંભળી ફકીર તો આખી મસ્જિદમાં નાચવા લાગ્યો ! પાગલ બની ગયો !
એક મૌલવી બાજુમાં ઉભેલા. એ કહે : ‘અરે બેવકૂફ ! તારે તો રડવું જોઈએ. તું નાચે છે કેમ ? વીસ વરસથી તું નમાજ પઢે છે અને ખુદાએ તારી એકેય નમાજ કબૂલી નથી તો તારે આંસુડાં પાડવાં જોઈએ અને તું હસે છે ?!
ફકીરે જવાબમાં કહ્યું : ‘આજે તો મારું જીવન ધન્ય થઈ ગયું ! મારી બંદગી કબૂલ થાય કે ન થાય, એની કોને પરવા છે ? પરંતુ ખુદાને એટલી ખબર તો છે જ કે, હું નમાજ પઢી રહ્યો છું. મારે માટે તો એટલું બસ છે.‘ ફળ મળે કે ન મળે, એની શી જરૂર છે ? હા, ખુદાને એટલી ખબર હોવી જોઈએ કે, ખુદા અમને તારી સાથે મહોબ્બત છે, બંદગી સફળ
– મોરારી બાપુ