હોમ
દુલા ભાયા કાગ
-
ગુજરાત-સૌરાષ્ટ્રના લોકસાહિત્યની એક આગવી પ્રતિભા પદ્મશ્રી દુલાકાગનો જન્મ ભાવાનગર પાસેના એક ગામમાં થયો હતો. બાળપણથી જ ભક્તિના સંસ્કાર રોપાયા. દશ વર્ષની વયે ગૌસેવાનું વ્રત લીધું. મુક્તાનંદ સ્વામીના આશીર્વાદથી દુલાના હૈયાનાં દ્રાર ખુલી ગયા અને લોકજીવનના વાલ્મીકિ બન્યા. ‘વિચારસાગર’, ‘પંચદર્શી’અને વાણી સાથે વહેતી થયેલી દુલા કાગની કાવ્ય સરવાણી આગળ જતાં અસ્ખલિ ધોધ બની રહી. પરંપરાગત ચારણી ઘાટીના એમના કાવ્યગાને હજરોની સભાઓ ડોલાવવા માંડી. એમણી રચેલી ‘કાગવાણી’નું ગુંજન લોકોનું સંસ્કારધન બની ગયું છે. વિનોબાજીના ભૂદાનના ખ્યાલને એમણે આત્મસાત કર્યો. પોતાની કોમની સંકુચિતતાના અનેક ઘા ખમીને એમણે ચારણોની ઉન્નતિમાં હંમેશા રસ લીધો હતો. ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યને અખંડ વહેતા રાખનાર કવિ કાગને ભારત સરકારે પદ્મશ્રીનો ઈલકાબ એનાયત કરી બહુમાન કર્યું હતું. તા. ૧૨-૨-૧૯૭૭ના રોજ એમણે સદાયને માટે આંખો મીચી દીધી કોઈ કવિએ કહ્યું છે :
‘પર ધન પર ઘરા મહીં, ભાયલ લેતો ભાગ
પણ ભાયા તારાં ભાગ્ય, દુલા જેવા દીકરા.’
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com