આંખનો મોતિયો શું છે ?
મોતિયો એ એક પ્રકારનો આંખોનો અંધાપો છે. આંખની કીકીઓ અપારદર્શક થઇ જવાથી, મોટાભાગે, તે મોટી ઉંમરમાં થાય છે. અગાઉ મોતિયાના કારણે ઘરડા માણસો અંધ બનવાના ઘણા કિસ્સા બન્યા છે, પરંતુ હવે વિજ્ઞાને આ મુશ્કેલી ઉપર અંકુશ મેળવી લીધો છે. આ માટે જેમણે આંખોની રચના અને બંધારણનો અભ્યાસ કર્યો છે. તેમનું તથા પાશ્ર્ચર અને લોર્ડ લીસ્ટર જેવા વિજ્ઞાનીઓનું આ જગત ઋણી છે. તેમણે ઘા કે ઇજા થવાના પ્રસંગે શરીરની ઉપર આક્રમણ કરતા જીવાણુઓને દૂર કેમ રાખવા તે શોધી આપ્યું છે.
આંખમાં નાનો કાપો મૂકી, પછી કીકીઓના ઉપરના પડદા / ઢાંકણમાં નાનો છેદ મૂકીને, પછી દબાવીને, નીચોવોને કીકી ઉપર જામેલા પડને દૂર કરવામાં આવે છે અને તે ભાગ આંખના સર્જનના હાથમાં આવી જાય છે. કીકી ઉપર જામેલું પડ તે મોતિયો. તેના કારણે આંખની કીકી અપારદર્શક બને છે.
આ સહેલાઇથી થઇ શકે છે અને આમ થવાથી આંખની કીકીઓ સુધી પહોંચવામાં પ્રકાશને જે અવરોધ નડતો હતો તે દૂર થાય છે, જેથી પ્રકાશ આંખની કીકીઓ સુધી પહોંચી શકે છે. પરંતુ આટલું પૂરતું નથી, કારણ કે કીકીઓ સુધી પહોંચતાં પ્રકાશના કિરણો છૂટાંછવાયાં રહે છે અને કેન્દ્રિત થઇ શકતાં નથી, એટલે બરાબર દેખી શકાતું નથી. તેનો ઉપાય દર્દીને બહિર્ગોળ કાચનાં શકિતશાળી ચશ્માં આપવાનો છે. આ કાચ તેની આંખની કીકીઓ પરથી દૂર કરવામાં આવેલા પડની જગ્યાએ ગોઠવાય છે.