ધનતેસરના દિવસે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે. લક્ષ્મીનું પૂજન એટલે જ ધનસંપત્તિનું પૂજન ધનસંપત્તિ ભૌતિક હોવાં છતાં પણ તેના મહત્વને ધ્યાનમાં રાખીને આપણી મહાન સંસ્કૃતિએ તેને પૂજય ગણી છે. આપ્ણે ધનવાન માણસોના આચાર વિચારો જોઈને તે માટે તેની ધનસંપત્તિ ને દોષ દઈએ છીએ પરંતુ હક્કિતમાં તે માટે ખુદ માણસનો અભિમાની સ્વભાવ જવાબદાર છે. ધનસંપત્તિ નહિ. એવા ઘણા મહાપુરૂષો થઈ ગયા જેઓએ સંપત્તિવાન હોવાં છતાં પોતાનું ધન સમાજના હિતાર્થે ધરી દીધું હતું. વીર ભામાષા અને શેઠ જગડૂશા આના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. માણસ ઈચ્છે તો લક્ષ્મીનું દાન-ધર્મ કરીને કે તે સમાજના હિતાર્થે વાપરીને પુણ્ય કમાઈને ભવસાગર તરી શકે છે. આપણી સંસ્કૃતિમાં લક્ષ્મીના ધન-ધર્મનો ખુબજ ઉંચો મહિમા ગાવામાં આવ્યો છે, પરંતુ આપણે આપેલું સંપત્તિનું દાન કોઈ ખોટા હેતુ કે સ્વાર્થી કાર્ય માટે ન વપરાઈ તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ આથી જ કહેવાયુ છે કે પરદુઃખભંજન માટે ઉપયોગ થાય તે મહાલક્ષ્મી ગણાય જયારે સ્વાર્થી કાર્યમાં ઉપયોગ થાય તે ભૌતિક નાણું અને ખોટા માર્ગે જેનો ઉ૫યોગ થાય તેને ધનસંપત્તિ કહી શકાય નહિ. જેમ જ્ઞાન બીજાને આપવાથી તે ઘટી જતુ નથી તેમ લક્ષ્મીને પૂણ્ય કાર્ય પાછળ વાપરવામાં આવે તો તે ઘટવાને બદલે સતત વધે છે. લક્ષ્મીએ હક્કિતમાં શકિત જ છે. પરંતુ તે શકિતશાળી અને પૂણ્યશાળી પુરૂષોના હાથમાં હોય.