
તમે મારાં દેવના દીધેલ છો,
તમે મારાં માગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈ ને રો’!
મા’દેવ જાંઉ ઉતાવળી ને જઈ ચડાવું ફૂલ;
મા’દેવજી પરસન થીઆ ત્યારે આવ્યાં તમે અણમૂલ !
તમે મારું નગદ’નાણું છો,તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યા ત્યારે અમર થઈ ને રો’!
મા’દેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું હાર,
પારવતી પરસન થીઆં ત્યારે આવ્યા હૈયાના હાર – તમે
હડમાન જાઉં ઉતાવળી ને જઈ ચડાવું તેલ,
હડમાન પરસન થીઆ ત્યારે ઘોડીઆં બાંધ્યાં ઘેર – તમે