માનવની ભક્તિ, તપ, યજ્ઞ કાર્યો વગેરેથી પ્રસન્ન થયેલ દેવી-દેવતાઓ તેને સંપત્તિવાન બનાવે છે. આ સંપત્તિમાંથી દેવને ચરણે ધરવા માટે અલગથી દેવ-ભોગ ન કાઢીએ તો આપણે દેવને અપમાન કર્યુ છે તેમ ગણાય અને તે માટે પાપના અધિકારી બનીએ, માનવ ઉપર ભગવાનના હજારો ઉપકારો છે. તેનું ખોરાક લેવાનું, બોલવાનું, ચાલવાનું, ઉંઘવાનું સંપત્તિવાન બનવાનું વગેરે તમામ પ્રભુની ઈચ્છાથી શક્ય બને છે, કહેવાનો મતલબ કે માણસના જીવનની તમામ િક્રયાઓ પ્રક્રીયાઓ ખુદતેનું અસ્તિત્વ પણ ઈશ્વરને આધિન છે. આપણી દરેક બાબતોમાં ભગવાન સાથે જ હોય છે. ભગવાનના આ અસંખ્ય ઉપકારોના બદલામાં તેમણે આપેલા ફળના બદલામાં એમાંથી નાનો હિસ્સો એટલે કે જેની ઉપર ભગવાનનો હક્ક થાય તે દેવ-ભોગ આપણે તેમના ચરણોમાં ધરીએ. ભગવાન પાસે કોઈ બાબતની કમી નથી. પરંતુ તેઓ ભક્તની ભાવનાના ભૂખ્યા છે. #brake# તેઓ આપણને દરેક કર્મનું ફળ આપે છે. પરંતુ તે એમ કહેતા નથી કે તેમાંથી અડધો ભાગ મને આપી દે, તેઓ તેમાંથી માત્ર નાનો હિસ્સો જ માંગે છે, અને તે પણ વ્યક્તિગત રીતે તેઓ પોતાની પાસે રાખતા નથી, તેઓના અર્થાત માનવકલ્યાણના માર્ગે વપ્રાતા તેમજ ઈચ્છે છે. આમ, માનવે પ્રભુને ધરેલો ભોગ અંતે માનવના ઉપયોગમાં જ આવે છે.
પ્રભુનો ભાગ આપણે દરેક સ્તરે અલગ કાઢવો જોઈએ. સ્ત્રીઓ રસોઈ બનાવે ત્યારે ગાય માટે અલગથી રોટલી કાઢે છે, માણસ પણ ભોજન કરવા બેસે છે. ત્યારે અલગથી પ્રભુભાગ કાઢે છે. આપણે મંદિર જઈએ ત્યારે ભગવાનના ચરણોમાં કેળ, ફળ-ફળાદિ કે પૈસા ધરીએ છીએ. આજ રીતે કોઈપણ ધાર્મિક પ્રસંગે કે સામાજિક પ્રસંગે યથોચિત્ત દાન-ધરમ કરીએ છીએ. જે વ્યકિત આ રીતે પ્રભુના ચરણે ભોગ નથી આપતા તેઓ પાપના અધિકારી બને છે અને ભગવાન તેમની ઉપર પ્રસન્ન રહેતા નથી. આપણી પૌરાણિક સંપત્તિએ પણ દેવ-ભોગ તેમના ચરણે ધરવાની આજ્ઞા આપી છે.
આજે પણ હજારો લોકો મંદિરોમાં દાન આપે છે. સમય જતાં આ મંદિરોમાં અઢળક ધન એકઠું થઈ જાય છે. પરંતુ છતાં ઘણીવાર તેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો જોવા મળતો નથી. આજે દાન આપનારા પડયા છે. પરંતુ એ દાનમાં મળેલું ધન યોગ્ય માર્ગે વપરાઈ રહ્યું નથી. માત્ર દેવને ચરણે ભોગ ધરવાથી કાર્ય પૂરૂં થઈ જતું નથી તેનો ઉપયોગ માનવ માટે પણ થવો જોઈએ, અહિં માનવ સેવા એટલે જ પ્રભુ સેવા. આપણે સરકારને નિયમિત રીતે કર ભરીએ છીએ, આ કર ભરવાનું કાર્ય આપણે નિયમિત રીતે એટલા માટે કરીએ છીએ કારણકે તેમ ન થતાં દંડ, રાજાના અધિકારી બનીએ છીએ, તેજ રીતે જો આપણે દેવ-ભોગ તેમના ચરણોમાં નહિ ધરીએ તો પ્રભુ નાખૂશ થશે અને તેના નકારાત્મક ફળ ભોગવવા પડશે તેવો ડર રાખી દાન-ધરમ કરી માનવ કલ્યાણમાં ભાગ લઈએ.