
બ્રહ્માંડના ઉદભવ અને તેના સ્વરૂપ અંગેનો વિચાર તો વેદોના સમયથી થતા આવ્યો છે. વેદના નાસદીય અને પુરુષ સૂકતોમાં બ્રહ્માંડની ઉત્પતિ અંગેની વિગતવાર ચર્ચા જોવા મળે છે. પરંતુ વિજ્ઞાનીઓની બહુમતીએ સ્વીકારેલો, બ્રહ્માંડની રચના અંગેનો સિધ્ધાંત એવો છે કે અત્યારે સમગ્ર બ્રહ્માંડમાં જે બધું દ્રવ્ય છે તે એક વખત, કલ્પનાતીત રીતે ઘન એવા બ્રહ્મ અણુ – જેને પ્રાઇમેવલ એટમમાં સમાયેલું હતું. એ બ્રહ્મ અણુ ફાટયું એટલે મહાવિસ્ફોટની બ્રહ્માંડની થિયરી બીગબેંગ થિયરીથી ઓળખવામાં આવી છે. આ બીગબેંગ થિયરીનો સૌ પ્રથમ વિચાર એક બેલ્જિયમના પાદરી અને ખગોળ વિજ્ઞાનના જાણકાર જયોર્જસ લામિઝીએ ૧૯ર૭માં કરેલો તેમણે જણાવેલ કે બ્રહ્માંડની શરુઆત એક પ્રારંભિક આદી કણમાંથી થઇ હતી. મહાવિસ્ફોટ થતાં તેનો કચરો બધી દિશામાં ફેકાયો હતો. આ થિયરીને સ્વીકારીએ તો બ્રહ્માંડની ઉત્પતીને ૧૬ થી ર૦ અબજ વર્ષ લાગ્યા હોવા જોઇએ. સમય જતા આ બીગબેંગ થિયરીને ભૌતિકવિદ્ જયોર્જ ગામોવ સ્વીકારેલ પરંતુ તે સમયમાં આ થિયરીનો વિકાસ થયેલ નહીં. ગામોવ માનતા હતા કે બ્રહ્માંડની ઉત્પતી સમયે હાઇડ્રોજન અને હીલીયમના પરમાણુઓની માત્રા ઘણી ઓછી હતી. એ જ સમયે જયોર્જ વોશીગ્ટન યુનિવર્સિટીમાંથી પદવી મેળવી નીકળેલા રાલ્ફને આલ્ફેરની ઓળખાણ ગામેવ સાથે થતા તેમને પોતાની નીચે પીએચ. ડી. ની પદવી માટે તેને પસંદ કર્યા. ગામોવને બ્રહ્માંડના સર્જનની થિયરી અંગે અભ્યાસ કરી તેનો વિકાસ કરવાનો હતો. બ્રહ્માંડની ઉત્પતી અંગે જેમણે સખત પરિશ્રમ કર્યો સમગ્ર જીવન સર્મપિત કર્યુ એવા રાલ્ફને આલ્ફીરનું મૃત્યુ ૧રમી ઓગસ્ટ ર૦૦૭ના રોજ થયું. આ રાલ્ફએ એસ્ફોરનો જન્મ રજી ફેબ્રુઆરી ૧૯ર૧માં થયો હતો. ફકત ૧૬ વર્ષની ઉંમરે ખ્યાતનામ સંસ્થા માસરજીસેટસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં દાખલ થયા હતા. તેઓ મેઘાવી હોવાથી તેમને સ્કોલરશીપ મળેલી. એ સમયે બીજા વિશ્વયુધ્ધનો સમય હતો, તેના કુટુંબીજનો યહૂદી હતા. આથી તેમને મળતી સ્કોલરશીપ પાછી ખેંચી લેવામાં આવી, જીવન સંઘર્ષની શરૂઆત થઇ ગઇ. તેમના મોટાભાઇ આશ્ર્વાસન આપ્યું. દિવસ દરમિયાન નોકરી કરી રાત્રીના કોલેજમાં અભ્યાસ કરી તેમણે તેમની કારકિર્દી ઘડી. વોશીંગ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે તેઓ બ્રહ્માંડ વિજ્ઞાનથી આકર્ષાયા અને ગામોવની સાથે જોડાયા. ૧લી એપ્રીલ ૧૯૪૮ના રોજ ‘‘ફોર્મેશન ઓફ કેમિકલ‘‘ નામનો તેમનો લેખ પ્રસિધ્ધ જર્નલ નેચરમાં છપાયો. બીગબેંગથી થિયરીની સાબિતી માટેનું તે પાયાનું કાર્ય હતું તેમણે તેમાં જણાવેલ કે હાઇડ્રોજન અને હીલીયમનું પ્રમાણ ૧૦ જેમ ૧નું હતું. જે આગળ જતા તારા અને વિશ્વના અવલોકન પરથી જયારે આ લેખ તૈયાર કર્યો ત્યારે તેમની ઉંમર ર૭ વર્ષની હતી. આ એક મોટી શોધ હતી, નાની વયે તેમણે કરેલા સંશોધનની એ સમયે મોટે પાયે નોંધ લેવાઇ. એટલું જ નહીં પરંતુ તે સમયે ‘‘વોશીગ્ટન પોસ્ટ‘‘ તેના વિષે છપાયેલ લેખનું શીર્ષક હતું વલ્ડ બીગેન ઇન ફાઇવ મીનીટસ એટલે કે સૃષ્ટિનું સર્જન પાંચ મિનિટમાં થયું હતું. તેમને આના માટે ઘણું માન-સન્માન મળ્યું પરંતુ ધાર્મિક સહીષ્ણુતા ધરાવતા લોકોને રાલ્ફની વાતની સમજ ન પડી તેઓએ તેમનો પ્રતિકાર કર્યો. પરંતુ આજે ભૌતિક વિજ્ઞાનમાં આલ્ફેર બેથે ગામોવ થિયરી તરીકે ઓળખાય છે અને વિઘાર્થીઓ ભણે છે. તેમની ડોકરેટની પદવી પ્રાપ્ત કરવા માટેની થિસીસ આના ઉપર હતી. ગામોવ એ તેમાં બેથેનું નામ ઉમેર્યુ તેની આ થિયરી આલ્ફા- આલ્ફરા વીટા-બેથે અને ગામા-ગોમોર તરીકે ઓળખાય છે. મુખ્ય કાર્ય તો આલ્ફેરે જ કરેલું. પરંતુ તે સમયે બેથે અને ગામોવ મહાન ભૌતિકવિદ્ હતા. આમ છતાં કહી શકાય કે તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર એ રીતે બેથે અને ગામોવને વધુ આ અંગે પ્રસિધ્ધી મળી આલ્ફર ભૂલાઇ ગયા.
ત્યારબાદ ગામોવ અને રોબર્ટ હરમાને જણાવ્યું કે બીગબેંગના મહાવિસ્ફોટ બાદ એક ભયાનક પડઘો પડયો હોવો જોઇએ જેને વૈજ્ઞાનિકો કોસ્મિક બ્રેક ગ્રાઉન્ડ રેડિયેશન તરીકે ઓળખે છે. પરંતુ આલ્ફરે તેથી પણ વધુ જણાવ્યું હતું કે બ્રહ્માંડ સર્જનની કેટલીક ક્ષણો બાદ પેદા થયેલ પડઘો આજે પણ બ્રહ્માંડમાં ઘુમરાય છે તેને રેડીયો ટેલીસ્કોપ વડે ઝિલવો સરળ છે. પરંતુ સૌ કોઇએ આલ્ફરની આ વાતને ધ્યાનમાં લીધી નહીં ફરી તેની અવગણના થઇ. એ સમયે એવા વૈજ્ઞાનિકો હતા જેમણે બીગબેંગની થિયરીનો વિરોધ કરેલો તો આ બધાનો સ્વીકાર કઇ રીતે કરી શકે! તો બીજી બાજુ જેઓ માનતા હતા તેવા વૈજ્ઞાનિકોનું કહેવું એ હતું કે કોસ્મિક બ્રેક ગ્રાઉન્ડ રેડિયેશનને માપન શકય નથી, વાસ્તવિક રીતે તેને માપી શકાય તેમ છે તેવું આલ્ફરનું માનવું હતું. આથી આલ્ફર ઘણા નિરાશ થયા અને તેમણે શિક્ષણક્ષેત્રનો ત્યાગ કર્યો અને જનરલ ઇલેકટ્રીક કંપનીમાં જોડાઇ ગયા. એ સાલ હતી ૧૯૯૫. આલ્ફરના સંશોધન બાદ ૧૯૬૪માં ન્યુજર્સી ખાતે આવેલ બેલ લેબોરેટરીનું રેડિયો ટેલિસ્કોપનું પરીક્ષણ આર્નો પેન્ઝીયાસ અને રોબર્ટ વિલ્સન નામના વૈજ્ઞાનિકો કરી રહ્યા હતા. તેમને રેડિયો રીસીવરમાંથી તીણો ‘હીસીંગ‘ અવાજ આવતો સાંભળવા મળ્યો. એટલું જ નહીં બધી જ દિશાઓમાંથી અવાજ સાંભળવા મળ્યો. તો બીજી બાજુ પ્રિન્સટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ જણાવ્યું કે બીગબેંગ અનુસાર થયેલા મહાવિસ્ફોટ બાદ પેદા થયેલ પડઘાના આ અંશો હતા. આથી પેન્ઝીયાસ અને વિલ્સનને કોસ્મિક બ્રેક ગ્રાઉન્ડ રેડિયેશન અંગે ખાતરી થઇ. ર૧મી મે ૧૯૬૫ના રોજ ન્યૂયોર્ક ટાઇમ્સના પ્રથમ પાને આ સાથે સમાચાર પ્રકાશિત થયાં ‘‘કોસ્મિક બ્રેક ગ્રાઉન્ડ‘‘ રેડિયેશનની થિયરીને સમર્થન મળ્યું પરંતુ તેમાં રાલ્ફરના પ્રદાનનો ઉલ્લેખ નહોતો તે અંગેનો ઉલ્લેખ તેમજ પોતાની હૈયાવરાળ ‘જીનેસીસ ઓફ બીગબેંગ‘ લખતી વખતે રજૂ કરેલ વિજ્ઞાનની પ્રગતી માટે નવી શોધ અને સંશોધન મહત્વના છે. શોધ કોણ કરી તેનું મહત્વ નથી. ૧૯૭૮માં અર્નો પેન્ઝીયાસ અને રોબર્ટ વિલ્સનને આ શોધ માટે નોબેલ પુરસ્કાર મળેલ. નોબેલ પુરસ્કાર અંગેના તેમણે આપેલા પ્રવચનમાં ગામોવ, આલ્ફર અને હરમાનને યાદ કર્યા હતા. આલ્ફરે આપેલા પ્રદાન બદલ તેમને બિરદાવ્યા હતાં. તેથી આલ્ફર અંગેના ખ્યાલોમાં બદલાવ જરૂર આવ્યો પરંતુ તે દરમિયાન આલ્ફરને હદયરોગનો હુમલો આવી ગયેલ. પરંતુ તેમને એક વાતનો સંતોષ જરૂર હતો કે તેમણે બ્રહ્માંડ અંગેના આપેલા તારણોનો સ્વીકાર કરવામાં આવ્યો. વિશેષમાં ‘‘કોબે‘‘ નામનો ઉપગ્રહ કોસ્મિક બ્રેક ગ્રાઉન્ડ રેડિયેશનના અભ્યાસ માટે છોડવામાં આવેલ. ૧૯૯રમાં આ ઉપગ્રહ દ્વારા મોકલવામાં આવેલ ડેટા-માહિતીને આધારે રાલ્ફ આલ્ફરે આપેલી થિયરી સાચી પૂરવાર થઇ. વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક સ્ટીફન હોકીંગે આને શતાબ્દીની શ્રેષ્ઠ શોધનું બિરૂદ આપ્યું. આને આધારે વૈજ્ઞાનિકોને બ્રહ્માંડ સર્જન કયારે થયું તેની જાણકારી પ્રાપ્ત થઇ. તે અનુસાર બ્રહ્માંડનું સર્જન ૧૩.૭૦ અબજ વર્ષ પહેલા થયું હતું. તેમ જાણી શકાયું. ઉપરાંત એવી પણ જાણકારી મળી કે બ્રહ્માંડમાં ૪ ટકા જેવું દ્રવ્ય સામાન્ય મેટર છે જયારે ૯૬ ટકા ડાર્ક એનર્જી કાળી ઉર્જા અને કાળા પદાર્થનું બનેલું છે. ર૦૦૭માં આ માટે પ્લાન્ક નામનો ઉપગ્રહ ચડાવવામાં આવ્યો છે તેની વિશેષ જાણકારી આપશે. ઉપરાંત મહાવિસ્ફોટ બાદ બ્રહ્માંડનું વિસ્તરણ કઇ રીતે થયું તેની માહિતીઓ પ્રાપ્ત થશે. જીવનના થોડા વર્ષો રાલ્ફ આલ્ફરે આનંદમાં ગુજાર્યા. તેમણે બ્રહ્માંડ અંગે કરેલા સંશોધનો હવે સાચા પુરવાર થઇ રહ્યા છે. જીવનના અંત સમયે તેમને અમેરિકાના પ્રમુખ બુશના હસ્તે વિજ્ઞાનનો સર્વોચ્ચ એવોર્ડ ‘‘નેશનલ મેડલ ઓફ સાયન્સ‘‘ અર્પણ કરવામાં આવ્યો. એ જ રીતે આવા મહાન ખગોળવિદે ૧રમી ઓગસ્ટ ર૦૦૭ના રોજ આપણી વચ્ચેથી વિદાય લીધી પરંતુ બ્રહ્માંડના અભ્યાસને એક નવી દિશા આપી, હવે કદાચ એ પણ જાણી શકાશે કે બીગબેંગ મહાવિસ્ફોટની ઘટના પહેલા શું હતું ? તેનો જવાબ કદાચ ભવિષ્યમાં મળી શકશે. આવા મહાન આલ્ફરને આપણી સલામ.
ડો.રમેશભાઇ ભાયાણી-રાજકોટ