
•આમલીના કિચૂકા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે.
•લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે.
•કૂમળાં કારેલાંના નાના કડકા કરી છાંયડામાં સૂકવી, બારીક ભૂકી કરી, એક તોલા જેટલી ભૂકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
•સારાં, પાકાં જાંબુને સૂકવી, બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયાબિટીસ મટે છે.
•લસણને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે.
•રોજ રાત્રે દોઢથી બે તોલા મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળીને પીવાથી ડાયાબિટીસ મટે છે.
•આમળાંનું ચૂર્ણ ફાકવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે.

•હળદરના ગાંઠિયાને પીસી, ઘીમાં શેકી, સાકર મેળવી, રોજ ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ ફાયદો થાય છે.
•હરડે, બહેડાં, કડવા લીમડાની આંતરછાલ, મમેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ કરી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
•હળદર એક ચમચી અને આમળાનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે.
•૫૦ ગ્રામ લીલી હળદર, કાળી તુલસીના પાન ૧૦, બીલીપત્રનાં પાન ૩૦ વાટી, ૧ ગ્લાસ પાણીમાં રાત્રે ભીંજવી, સવારે ખૂબ મસળી કપડાથી ગાળી, સવારે નરણે કોઠે પીવું. આ પાણી પીધા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવું-પીવું નહિ. ૨૧ દિવસ સુધી આ પ્રમાણે લેવાથી ચોક્કસ ડાયાબિટીસ મટે છે.