
કચ્છના નાના રણના પાદરે ઉભેલું છે દસાડા રિસોર્ટ. સૌથી નજીકનું શહેર રેલવે સ્ટેશન છે. અમદાવાદ જિલ્લાનું શહેર વિરમગામ અને ગામ જોઈએ તો માંડલ.
કચ્છમાં નજર નાંખીએ કે તસવીરો જોઈએ તો ઉપરથી અણિયાળા ઘાસના છાપરાંવાળાં ઝૂંપડા દેખાય. ત્યા; એને ભૂંગા કહે છે. દસાડા રિસોર્ટમાં આવા ભૂંગા ઊભા કરવામાં આવ્યાં છે. બહારથી ખુલ્લું ગ્રામ્ય વાતાવરણ છે. ભૂંગા-પણ ભૂંગાની અંદર શહેરના આવાસ જેવી સવલતો-એરકન્ડિશન અને ઇન્ટરકોમ સહિતની ! આ ઉપરાંત અહીં સુવિધાપૂર્ણ બીજી પણ રૂમો છે.
અહીં ઊભરનાર માટે ભોજન ઉપરાંત ચા-નાસ્તા સહિતના પેકેજના ભાવ આપવામાં આવે છે. ભોજન માટે વાતાવરણને અનુરૂપ ગોઠવણી છે. આ ઉપરાંત આ પેકેજમાં કરવાના નાના રણમાં ‘ઘુડખર‘ની સફારી તેમજ પક્ષી નિરીક્ષણ માટે આયોજન કરવામાં આવે છે. અમદાવાદથી આ સ્થળ અંદાજે એક સો કિલોમીટર દૂર છે. વાતાવરણ આહલાદક અને નયનરમ્ય છે. અનેક પરદેશીઓ આ સ્થળની મુલાકાત લે છે.