હોમ
દરબાર વાજસુરવાળા
-
ગાંધી વિચારસરણીથી રંગાયેલા કલાપી મિત્ર વાજસુરવાળાનો જન્મ ૧૦-૩-૧૮૭૪ના રોજ થયો હતો. ગુજરાતી છ ધોરણ બગસરામાં ભણીને વધુ અભ્યાસાર્થે રાજકોટની રાજકુમાર કોલેજમાં પ્રવેશ લીધો. એમના કૌશલને પારખીને એમને તાલુકાના વહીવટી અધિકારની સોંપણી વહેલી થઈ ગયેલી. એમનું એ રજવાડું હતું તો નાનું, પણ જે કુશળતાથી એમણે એનો વહીવટ ચલાવ્યો એથી પ્રભાવિત થઈને બ્રિટિશ પોલિટિકલ એજન્ટે એમને પોરબંદર રાજ્યના એડમિનિસ્ટ્રેટર બનાવ્ય હતા. નામાંકિત ભજનિકો અને મેઘાણી જેવા સાહિત્યકારોનો એમને ત્યાં સદાય આદર થતો. જમીન જોઈને, ક્યાં કેટલે ઊંડે પાણી હશે એ કહી શકતા. દર વર્ષે રજાઓમાં હડાળામાં થિઓસોફીના વર્ગો ચલાવતા. એમણે સ્થાપેલી‘હડાણા લાઈબ્રેરી’ નો સમૃદ્ધ ગ્રંથભંડાર ત્યાંની પ્રજા માટે સદા ખુલ્લો રહેતો. એમણે હરિજન બાળકોના શિક્ષણ અને વિકાસ માટે ખાસ પ્રબંધ કરેલો. એટલું જ નહીં કેટલાક હરિજનોને શિષ્યવૃત્તિ આપી વધુ ભણાવીને પોતાના રાજ્યમાં શિક્ષકો બનાવેલા. દરબારગઢમાં એમણે રેંટિયો પણ દાખલ કરેલો અને રાણીસાહેબા જાતે એના પર કાંતતા. “સત્યથી ઉપર કોઈ ધર્મ નથી” એવું સૂત્ર એમની કચેરીમાં પ્રવેશ કરતાં જ સૌની નજરે પડતું. આવા અનન્ય હતા એ રાજવી.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com