-
થોડા ગરમ પાણીમાં સોપારીનો ભૂકો દિવસમાં ત્રણ-ચાર વાર લેવાથી કરમિયા મટે છે.તુલસીનાં પાનનો રસ પીવાથી કરમિયા મટી જાય છે.ફૂદીનાનો રસ પીવાથી કરમિયા મટે છે.રોજ લસણ ખાવાથી કરમિયા મટે છે.સૂંઠ અને વાવડિંગનું ચૂર્ણ મધમાં લેવાથી કરમિયા મટે છે.કાંદાનો રસ પીવાથી કરમિયા મટે છે.સવારના પહોરમાં પાણીમાં અર્ધો તોલો મીઠું ઓગાળી પીવાથી કરમિયા મટે છે.ટામેટાના રસમાં હિંગનો વધાર કરીને પીવાથી કરમિયા મટે છે.કારેલાંનાં પાનનો રસ સહેજ ગરમ કરી, પાણી સાથે પીવાથી કરમિયા મટે છે.પા ચમચી અજમા સાથે એક ચમચી આદુનો રસ સવારે અને રાત્રે લેવાથી કરમિયા મટે છે.અનાનસ અથવા સંતરા ખાવાથી કરમિયા મટે છે.એક મુઠ્ઠી જેટલા ચણા રાત્રે સરકામાં પલાળી રાખી સવારે નરણે કોઠે આ ચણા ખાવાથી કરમિયા મટે છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com