હોમ
ચામડીના રોગો
-
ગ્લિસરીન, ગુલાબજળ અને લીંબુનો રસ સરખે ભાગે લઈ શીશીમાં ભરી રાખો. આ મિશ્રણની માલિશ કરવાથી ચામડી સાફ બનશે. હાથ-પગમાં ચીરા પડ્યા હોય તો મટે છે.મૂળાના રસમાં થોડું દહીં મેળવી ચહેરા ઉપર લગાડવાથી ચહેરો સુંવાળો, ચમકીલો બને છે.એક ડોલ ગરમ અથવા ઠંડા પાણીમાં એક લીંબુ નીચોવી તેનાથી સ્નાન કરવાથી સુવાળી થાય છે અને ચામડીમાં ચમક આવે છે.કારેલીનાં પાનનો રસ ચોપડવાથી ચામડીના બહુ જૂના કોઈ પણ રોગ મટે છે.તલના તેલને સહેજ ગરમ કરી રોજ માલિશ કરવાથી ફીકી ચામડી ચમકતી થાય છે.કાકડીને ખમણી તેનો રસ ચોપડવાથી ચીકાશવાળી તેમજ ચીમળાયેલી ચામડી સુંવાળી બને છે.હાથ કે પગની ચામડી ફાટે ત્યારે વડનું દૂધ લગાડવાથી મટે છે.સંતરાની છાલને સૂકવી, તેનો પાઉડર કરી, ગુલાબજળમાં મેળવી, તેને મોં પર લગાડી અર્ધા કલાક સુધી રહેવા દઈ, પછી ધોવાથી ચામડી મુલાયમ બનશે. ડાઘા નીકળી જશે અને ચહેરાની કરચલી દૂર થશે.
હાથ કે પગમાં ચીરા પડ્યા હોય, અળાઈ થઈ હોય તો એક ભાગ લીંબુનો રસ લઈ તેનાથી ત્રણ ગણું તલનું તેલ અથવા કોપરેલ મેળવી લગાડવાથી રાહત થાય છે.ચણાના લોટમાં પાણી અને થોડું ઘી મેળવી શરીર પર અને મોં પર માલિશ કરવાથી ચામડી ગૌરવર્ણની અને તેજસ્વી બને છે.દાઝી ગયેલી ચામડી પર સફેદ ડાઘ રહી જાય છે તેના ઉપર રૂને મધમાં ભિંજાવી પાટો બાંધવાથી ડાઘ નીકળી જાય છે.દૂધ અને દિવેલને સરખે ભાગે લઈ નિયમિત શરીરે માલિશ કરવાથી શરીર પરથી કરચલી દૂર થાય છે.લીમડાનાં ૧૦૦ પાન લઈ તેનું ચૂર્ણ રોજ ૬ મહિના સુધી લેવાથી સફેદ કોઢ મટી જાય છે.રોજ સવારે બબ્બે તોલા મધ ઠંડા પાણીમાં પીવાથી ચામડીના રોગો જેવા કે દાહ, ખંજવાળ ફોલ્લી મટે છે.ચોખાના ધોવામણમાં થોડીક હળદર મેળવીને ચહેરા પર માલિક કરી પછી સ્નાન કરવાથી શરીર અને ચહેરાની સુંદરતા વધે છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com