-
તલ વાટી માખણમાં ખાવાથી હરસ-મસા મટે છે.સૂઠનું ચૂર્ણ છાશમાં નાખી પીવાથી હરસ-મસા મટે છે.સવારે નરણે કોઠે એક મૂઠી જેટલા કાળા તલ થોડી સાકર સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.સૂકા હરસ થયા હોય તો છાશમાં ગોળ નાખીને અને લોહી પડતા મસા હોય તો છાશમાં ઇન્દ્રજવ નાખીને પીવાથી હરસ-મસા મટે છે.કેરીની ગોટલીનું ચૂર્ણ મધ સાથે લેવાથી હરસ-મસા મટે છે.મીઠા લીમડાનાં પાનને પાણી સાથે પીસી, ગાળી, પીવાથી હરસ-મસા મટે છે.ઘીમાં સૂરણ તળીને ખાવાથી હરસ-મસા મટે છે.કળથીના લોટની પાતળી રાબ પીવાથી હરસ-મસા મટે છે.ધાણાને રાત્રે પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.એક ચમચી કારેલાના રસમાં સાકર મેળવીને પીવાથી હરસ-મસા મટે છે.ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.ગરમાગરમ શેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.કોથમીરને વાટી, ગરમ કરી, પોટલી બાંધી શેક કરવાથી મસાની પીડા મટે છે.જીરાને વાટી, તેની લૂગદી કરીને બાંધવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને બહાર નીકળેલા અને ખૂબ દુઃખતા મસા અંદર જાય છે.ચોખ્ખી હળદરનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી પાણી સાથે રાત્રે સૂતી વખતે લેવાથી મસા મટે છે.મસૂરની દાળ, રોટલી અને છાશ રોજ ખાવાં. તેમજ દાળમાં ઘી અથવા માખણ નાખી ખાવાથી દૂઝતા મસા મટે છે.કોકમનાં ફૂલનું ચૂર્ણ દહીંની મલાઈ સાથે મેળવી, જરાક ગરમ કરી દિવસમાં ત્રણ- વાર ખાવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે.જીરાને શેકીને તેમાં સરખે ભાગે કાળાં મરી તથા સિંધવ મેળવીને ચૂર્ણ બનાવી જમ્યા પછી છાશ સાથે લેવાથી મસા મટે છે.સૂંઠ, જીરું અને સિંધવનું ચૂર્ણ દહીંના મઠામાં મેળવી, જમ્યા પછી લેવાથી હરસ-મસા મટે છે.જુવારની કાંજી રોજ સવારે પીવાથી હરસ-મસા મટે છે.કોકમની ચટણી દહીંની મલાઈ સાથે ખાવાથી દૂઝતા હરસ મટે છે.હળદરનો ગાંઠિયો તુવેરની દાળમાં બાફી, છાંયડે સૂકવી, ગાયના ઘીમાં પીસી, હરસમસા પર લેપ લગાડવાથી મસા નરમ પડી સણકા બંધ થાય છે.મસા ઉપર કેરોસીન ચોપડવાથી મસા સુકાઈ જાય છે.જંગલી સૂરણના નાના ટુકડા કરી, તડકે સૂકવી, તેને ખાંડી ચૂર્ણ બનાવીને એકેક ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી હરસ મટે છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com