-
શેરડીને ઝાકળમાં રાખી સવારે તેને ચૂસીને ખાવાથી કમળો મટે છે.૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીંમાં ૨ થી ૪ ગ્રામ પાપડખારો મેળવીને વહેલી સવારે નરણે કોઠે લેવાથી ૩ દિવસમાં કમળો મટે છે.ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલી અશક્તિ અને લોહીની ઊણપ દૂર થાય છે.મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.મધમાં પાકાં કેળા ખાવાથી કમળો મટે છે.આદુનો રસ તથા ગોળ ખાવાથી કમળો મટે છે.સૂંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.સફેદ કાંદા, ગોળ અને થોડી હળદર મેળવી સવાર-સાંજ ખાવાથી કમળો મટી શકે છે.હળદરનું ચૂર્ણ એક તોલો, ચાર તોલા જેટલાં દહીંમાં લેવાથી કમળો મટી શકે છે.હળદરનું ચૂર્ણ તાજી છાસમાં નાખીને સવાર-સાંજ પીવાથી અઠવાડિયામાં કમળો મટી જાય છે.કળિયાતુ બે ચમચી તેમજ સાકર દોઢ ચમચી ફાંકવાથી કમળો મટે છે.કમળામાં ભૂખ ન લાગતી હોય તો બે ચમચી આદુનો રસ અને અડધી ચમચી ત્રિફળાચૂર્ણ સાથે દિવસમાં બે વાર લેવાથી ભૂખ લાગશે.અરીઠાનું પાણી નાકમાં નાખવાથી કમળો મટે છે.લીમડાના પાનનો રસ તથા મધ સવારમાં નરણા કોઠે પીવાથી પણ કમળો મટે છે.હિંગને પાણીમાં ઘસીને આંખમાં આંજવાથી કમળો મટે છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved