-
ઘામાંથી લોહી નીકળતું હોય તો સરકો લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે.ઘા કે જખમમાંથી લોહી નીકળતું હોય તો તેના પર મીઠાના પાણીમાં ભીંજવેલ પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને રૂઝ આવે છે.તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી જખમ જલદી રૂઝાય છે.વાગેલા ઘા ઉપર હળદર દબાવી દેવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.હળદરને તેલમાં કકડાવીને તે તેલ ઘા જખમ પર ચોપડવાથી ન રૂઝાતા ઘા જલદી રૂઝાઈ જાય છે.તલ પીસી તેમાં ઘી અને મધ મેળવી ઘા પર ચોપડી પાટો બાંધવાથી ઘા જલદી રૂઝાઈ જાય છે.ફૂલાવેલી ફટકડીનો પાઉડર ઘા પર નાખી પાટો બાંધવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.તુલસીનાં પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રુઝાઈ જાય છે.લોહી નીકળતા ઘા પર પાનમાં ખાવાનો ચૂનો જાડો ચોપડી તેના પર તલનું પોતું મૂકી પાટો બાંધવાથી ઘા રુઝાઈ જાય છે.હિંગ અને લીમડાનાં પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મરી જાય અને ઘા રુઝાઈ જાય છે.ગાજરને કચરી કોઈ પણ લોટમાં મેળવીને ફોલ્લા તથા બળતરાવાળા ઘા પર બાંધવાથી ઘા રુઝાઈ જાય છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved