-
સફેદ કાંદા ૧૨૫ ગ્રામ, એટલા જ ઘીમાં શેકીને એકવીસ દિવસ સુધી ખાવાથી ક્ષયરોગીનાં ખવાઈ ગયેલા ફેફસાં મજબૂત થાય છે અને ફેફસાનાં જંતુ નાશ પામી ક્ષયરોગ મટે છે.ક્ષયની કોઈ પણ દવા કરાવી શકે તેમ ન હોય તેઓએ બકરીના ૨૦૦ ગ્રામ દૂધમાં થોડું મીઠું નાખી સવારસાંજ પીવાથી દર્દીનું બળ ટકી રહેશે. કફ સહેલાઈથી નીકળી જશે અને શરીર વધુ સુકાઈ જતું અટકશે.સાકરમાં એનાથી અર્ધા ભાગનું હળદરનું ચૂર્ણ મેળવી, તેમાંથી એક એક ચમચી ચૂર્ણ મધમાં દિવસમાં ત્રણ વખત લેવાથી ક્ષયનો તાવ, ઉધરસ અને ક્ષયની શરદી મટે છે.ખજૂર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ બે-ત્રણ તોલા જેટલું ચાટણ ચાટવાથી ક્ષય, ક્ષયની ખાંસી અને શ્વાસમાં ફાયદો થાય છે.તાજા માખણ સાથે મધ ખાવાથી ક્ષયમાં ઘણો ફાયદો થાય છે.અરડુસીનાં પાનનો રસ ૨૫ થી ૩૦ ગ્રામ, તેમાં લસણના રસનાં ૧૦ થી ૨૦ ટીપાં નાખી રોજ સવાર-સાંજ પીવાથી ક્ષયરોગ મટે છે.લસણ વાટી, ગાયના દૂધ અને ઘી સાથે મેળવી, રોજ ખાવાથી ક્ષયરોગ મટે છે.સાંજે એક ગ્લાસ દૂધમાં એક ખજૂર ભેળવી દો. રાત્રે દૂધને પુષ્કળ ઉકાળો, દૂધ ઠંડુ પડે એટલે સૂતા પહેલાં ખજૂર ચાવીને ખાઈ જાવ ને ઉપર દૂધ પીવો. ઉપર મુજબ સવાર-સાંજ પ્રયોગ કરવાથી ક્ષયરોગમાં ખૂબ જ ફાયદો થાય છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved