1.પંચામૃત : દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનું મિશ્રણ.
2.પંચપ્રાણ : પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન.
3.પંચમહાપાતક : બ્રહ્મહત્યા, સુરાપાન, પરસ્ત્રીગમન, ચોરી અને આવા પાપીનો સંગ.
4.પંચબ્રાહ્મણ : અરવિંદ, અશોક, નવમાલિકા, આંબામોર અને નીલોત્પલ.
5.પંચવૃક્ષ : સ્વર્ગમાં પાંચ વૃક્ષ આ પ્રમાણે છે : પારિજાત, મંદાર, સંતાન, કલ્પ અને હરિચંદન.
6.પંચાગ્નિ : ગાહ, પત્થ, આહવનીય, દક્ષિણ સભ્ય અને આવસથ્ય.
7.પંચાંગ : ભારતીય પંચાંગના પાંચ અંગ આ પ્રમાણે છે : તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ.
8.પંચાજીરી : સૂંઠ, ખસખસ, અજમો, કોપરું અને સવાનું ખાંડયુક્ત મિશ્રણ.
9.પંચાયતન : ગણપતિ, દેવી, સૂર્ય, વિષ્ણુ અને શિવ એમ પાંચ દેવદેવીનો સમુદાય.
10.ષડઋતુ : (1) હેમંત (કારતક-માગશર) (2) શિશિર (પોષ-મહા) (3) વસંત (ફાગણ-ચૈત્ર) (4) ગ્રીષ્મ (વૈશાખ-જેઠ) (5) વર્ષા (અષાઢ-શ્રાવણ) અને (6) શરદ (ભાદરવો-આસો)
11.વિક્રમ સંવતના બાર માસ : (1) કારતક (2) માગશર (3) પોષ (4) મહા (5) ફાગણ (6) ચૈત્ર (7) વૈશાખ (8) જેઠ (9) અષાઢ (10) શ્રાવણ (11) ભાદરવો અને (12) આસો
12.ગીતાના અઢાર અધ્યાયો : (1) અર્જુન વિષાદયોગ (2) સાંખ્ય યોગ (3) કર્મ યોગ (4) કર્મ બ્રહ્માર્પણ યોગ (5) કર્મ સન્યાસ યોગ (6) આત્મસંયમ યોગ (7) જ્ઞાનવિજ્ઞાન યોગ (8) અક્ષરબ્રહ્મ યોગ (9) રાજવિદ્યારાજગુહ્ય યોગ (10) વિભૂતિ યોગ (11) વિશ્વરૂપ દર્શન યોગ (12) ભક્તિ યોગ (13) ક્ષેત્રક્ષેત્રત્રજ્ઞ યોગ (14) ગુણત્રય વિભાગ યોગ (15) પુરુષોતમ યોગ (16) દૈવાસુર સંપદ વિભાગ યોગ (17) શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને (18) મોક્ષ સન્યાસ યોગ.
13.ગીતાના ત્રણ ઘટક : (1) કર્મ યોગ : અધ્યાય 1 થ 6 (2) ભક્તિ યોગ : અધ્યાય 7 થી 12 અને (3) જ્ઞાન યોગ : અધ્યાય 13 થ 18
14.બૌદ્ધ ધર્મના સંપ્રદાય : (1) મહાયાન અને (2) હીનયાન
15.બૌદ્ધ ધર્મ ગ્રંથ ત્રિપિટકના વિભાગ : (1) વિનય (2) સ્તૂત અને (3) અભિદ્યમ્મ
16.અષ્ટ દ્રવ્ય : સોનું, રૂપુ, તાંબું, કથીર, પિત્તળ, સીસું, લોઢું અને પારો.
17.અષ્ટ સૌભાગ્ય : સેંથામાં સિંદૂર, કપાળે ચાંલ્લો, આંખમાં કાજળ, નાકે વાળી, કાનમાં ઘરેણું, કેડમાં કીડિયાસેર, હાથમાં ચૂડો/ બંગડી અને પગમાં અઠ્ઠાસિયાં.
18.ષડ્ગુણ : ઉદ્યોગ, સાહસ, ધીરજ, બળ, બુદ્ધિ અને પરાક્રમ.
19.ષડરાગ : ભૈરવ, માલકોશ, હિંદોલ, શ્રીરાગ, કેદાર અને મલ્હાર.
20.ત્રિગુણ : સત્વ, રજ અને તમ.
21.ત્રિતાપ : આધિ (મનની પીડા), વ્યાધિ (શરીરની પીડા) અને ઉપાધિ (સામાજિક પીડા).
22.નવધા ભક્તિ : શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, સખ્ય, હાસ્ય અને આત્મનિવેદન.
23.નવરત્ન : હીરો, માણેક, મોતી, પાનું, પોખરાજ, લસણિયો, ગોમેદ, પરવાળું અને નીલમ
24.સપ્તસ્વર : ષડજ,ઋષભ,ગાંધાર,મધ્યમ,પંચમ,દ્યૈવત, નિષાદસા રે ગ મ પ ધ ની.
25.ષડરિયુ : કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર.
26.જૈન તીર્થંકર : જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકર પ્રસિદ્ધ છે. તેમનાં નામ આ મુજબ છે : (1) ઋષભદેવ (2) અજિતનાથ (3) સંભવનાથ (4) અભિનંદન (5) સુમતિનાથ (6) પદ્મપ્રભુ (7) સુપાર્શ્વનાથ (8) ચંદ્રપ્રભુ (9) સુવિધિનાથ (10) શીતલનાથ (11) શ્રેયાંસનાથ (12) વાસુપૂજ્ય (13) વિમલનાથ (14) અનંતનાથ (15) ધર્મનાથ (16) શાંતિનાથ (17) કુંથુનાથ (18) અરનાથ (19) મલ્લિનાથ (20) મુનિસુવ્રત (21) નમિનાથ (22) નેમિનાથ (23) પાર્શ્વનાથ અને (24) મહાવીર સ્વામી
27.પ્રાચીન વિદ્યાપીઠો : (1) તક્ષશિલા (રાવલપિંડી પાસે પાકિસ્તાન) (2) નાલંદા (બિહાર) અને (3) વિક્રમશિલા ( ઉજ્જૈન પાસે)
28.ભારતીય પંચાંગ : તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એવા કાળગણનાનાં પાંચ અંગોને પંચાંગ કહે છે. ચંદ્રની ગતિના આધારે ગણના થાય છે. વિક્રમ સંવતના દરેક મહિનાના પ્રથમ પંદર દિવસ શુકલ પક્ષ અને તે પછીના પંદર દિવસ કૃષ્ણ પક્ષ કહેવાય છે. વાર 7, નક્ષત્ર 27 અને કરણ 11 છે.