-
અજમો અને સોનામુખીનું ચૂર્ણ હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.પાકાં ટમેટાંનો એક કપ રસ પીવાથી આંતરડાંનો મળ છૂટો પડી કબજિયાત મટે છે.નરણા કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે.રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજિયાત મટે છે.લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજિયાત મટે છે.ખજૂર રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળીને આ પાણી પીવાથી કબજિયાત મટે છે.કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી, સવારે દ્રાક્ષને મસળી, ગાળી તે પાણી પીવાથી કબજિયાત મટે છે.ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ ને બે ચમચી મધ મેળવી પીવાથી કબજિયાત મટે છે.રાત્રે સૂતી વખતે એકાદબે સંતરા ખાવાથી કબજિયાત મટે છે.ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર-સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.ચાર ગ્રામ હરડે ને એક ગ્રામ તજ સો ગ્રામ પાણીમાં ગરમ કરી તે ઉકાળો રાત્રે તથા સવારના પહોરમાં પીવાથી કબજિયાત મટે છે.રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજિયાત દૂર થાય છે.અજમાના ચૂર્ણમાં સંચોરો (સંચળ) નાખી ફાકવાથી કબજિયાત મટે છે.જાયફળ લીંબુના રસમાં ઘસીને તે ઘસારો લેવાથી કબજિયાત મટે છે.જમ્યા પછી એકાદ કલાકે ત્રણથી પાંચ હિમેજ ખૂબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે.કાંદાને ગરમ રાખમાં શેકી, રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે.કબજિયાત હોય અને ભૂખ ઓછી લાગતી હોય તો સૂંઠ, પીપર, જીરુ, સીંધાલૂણ, કાળાં મરી સરખે ભાગે લઈ,વાટી, ચૂર્ણ બનાવી, જમ્યા પછી બે ગ્રામ દરરોજ લેવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.દૂધ અથવા નવશેકા પાણી સાથે ચપટી વરિયાળી રોજ ફાકવાથી કબજિયાત દૂર થાય છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com