
કોફી તાજગીદાયક પીણું ગણાય છે. એક વખત માન્યતા એવી હતી કે માંદા માણસને કોફી અપાય. કાફે આહ્લાદક કોફી અને લિજ્જતદાર ગણાય છે, બપોરના અને રાત્રિના ભોજન પછી ટીવી ની વિવિધ ચેનલો નિહાળતા કોફીની ચુસ્કીઓ ભરવાનું ચલણ વધતું જાય છે.
આ તો કેરીની માફક કોફી પણ ઘણી જાતની થાય છે. કેટલાક કોફીના રબ્બર, દાડમ, સીતાફળની માફક કોફીના બગીચા પણ હોય છે. કોફીની માતૃભૂમિ બેલ્જિયમ ગણાય છે, આપણા દેશમાં કોફીના છોડ બેલ્જિયમમાંથી વાયા જાવા થઈને આવેલા છે.
કોફી એ દક્ષિણ ભારતના રાજ્યોનો પાક છે. સ્વાભાવિક છે કે તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરાલા વધુ પ્રચલિત છે. નાળિયેર અને કેળની વાડીઓ વચ્ચે વચ્ચે કોફીના છોડ પણ ઉગાડવામાં આવતા હોય છે.
જુદી જુદી જાતના કોફીના છોડ, ફૂલ પાન વગેરેમાં દેખી શકાય તેવી ભિન્નતા હોય છે. કોંગો કોફી અને રોબાસ્ટા કોફી એ જાણીતી જાતો છે. કોફીના છોડના પાન ઘેરા લીલા રંગના હોય છે, ફૂલ સફેદ અને તારા જેવા દેખાવે હોય છે. કોફીના છોડ પર બોર જેવા નાના ફળ બેસતા હોય છે, આ બોર જેવા નાના ફળમાંથી નાના નાના બીયા નીકળતા હોય છે, કોફીના છોડનું લાકડુ ભારે અને કઠોર હોય છે.
કોફીના છોડના વિકાસ માટે ગરમ ભેજવાળું વાતાવરણ જરૂર ગણાય છે. એટલે જ તો પ્રયત્નો કરવા છતાં આપણા ગુજરાતમાં કોફીના છોડ ઉછરી શકતા નથી.
આંબા કલમી સારા ગણાય છે પરંતુ કોફીના છોડ બીમાંથી ઉગાડાતા હોય છે. સામાન્ય રીતે કોફીના છોડને અન્ય મોટા છોડ કે વૃક્ષની છાયામાં ઉછરવાનું વધુ માફક આવે છે. કોફીનું વાવેતર વધારવા જંગલ વિસ્તારને શહિદી વહોરવી પડતી હોય છે.
કોફીના ફળના બીયામાંથી કોફીનો પાવડર જરૂરી પ્રક્રિયા કરીને બનાવાય છે, કોફીના છોડ ઉપરથી બીયા વીણવા અને તેને લગતા આનુષંતિક કામોમાં ઘણા લોકોને રોજી મળે છે.
કોફીમાં લહેજત માટે ચિકોરીનું મિશ્રણ કરવામાં આવે છે, ચિકોરીનો પાક જામનગર તાલુકાના કેટલાક ગામોમાં, આંધ્રમાં તથા મધ્યપ્રદેશમાં થાય છે. બ્રાઝિલ, વેનેઝુએલા, કોલંબિયા વગેરે દેશોમાં પણ કોફી સારા પ્રમાણમાં થાય છે. પાંદડામાંથી ચા બને છે તે વાત આપણે જાણીએ છીએ. કોફીના છોડના પાન કોફીના પાવડર બનાવવામાં મિશ્રણમાં વપરાતા હોય છે. કોફી બનાવવામાં કોફીના પાનનો સીધો ઉપયોગ પણ સ્થાનિક લોકો કરતા હોય છે. કોફીના છોડના લાકડામાંથી ખોખા સારા બને છે, કોફીના પાવડર બનાવવા માટે વપરાતા ફરના નકામા પદાર્થમાંથી એક પ્રકારનુ; પ્લાસ્ટીક બને છે.
આપણા દેશમાં બ્રાન્ડવાળી કોફીનું ચલણ વધતું જાય છે. દા. ત. નેસ્કાફે, રીચબ્રુ વગેરે કોફી ઔષધિય ગુણ પણ ધરાવે છે.
બહુ ઉધરસ આવતી હોય ત્યારે કોફીનો કરકરો પાવડર અને નમકનો ફાકો ભરી જવાથી તાત્કાલિક રાહત થાય છે. ખાંસી હેઠી બેસી જાય છે.