‘‘કોકો’’ એ કેવા પ્રકારનું પીણું છે ?
કોકો – બાળકો માટેનાં પોષણકારક પીણાંઓમાંનું એક સર્વોત્તમ પીણું છે. તેમાં ચા કે કોફીમાં હોય તેવાં ઉત્તેજક તત્વો નહિવત્ જ હોય છે, પરંતુ તેનામાં મધુર સોડમ તથા પોષક તત્વ વધુ છે. તેનામાં રહેલી ચરબી બાળકોની પાચનશકિતને કેટલીક વખત પ્રતિકૂળ અસર કરે છે ખરી. તેની આવી અસર નિવારવા માટે દૂધ વધારે વાપરવું જોઇએ તથા ચરબી વગરના કોકો વાપરવા જોઇએ.
કોકોમાંથી પ્રવાહી ચોકલેટ બનાવવામાં આવે છે. તેમાં લોટ તથા ખાંડ ઉમેરવામાં આવે છે અને તે કોકો કરતાં પણ વધુ પોષણકારક છે.