
ચલચિત્રોનો સુપ્રસિદ્ધ હાસ્ય અભિનેતા જગવિખ્યાત હાસ્યનટ ચાર્લી ચેપ્લીનનો જન્મ તા ૧૬-૪-૧૮૮૯ના રોજ લંડનમાં થયો હતો.બાળપણથી જ તખ્તા પર કામ કરવા માંડેલું. પછી અમેરીકા પહોંચી જઇ ત્યાં નાની મૂંગી ફિલ્મોમાં અભિનય આપવા માંડેલો. ચાર્લી ની પ્રથમ વિખ્યાત પ્રહસન ફિલ્મ
‘કિડ ઓટો રેસીસ એટ વેનિસ‘ હાસ્ય તેમજ કારુણ્યસભર એક સુંદર અને વિખ્યાત ફિલ્મ છે. તો
‘ઘી ગ્રેઇટ ડિકટેટર‘ ફિલ્મમાં તેમણે હિટલર અને એના સાથીઓની નકલ દ્રારા એમના પર અજબ કટાક્ષ કયો હતો. ફિલ્મ જગતમાં તેમણે દિગ્દર્શન તેમજ અભિનય ક્ષેત્રે યશસ્વી કારકિર્દિ હાંસલ કરી ખૂબ પ્રશંસા મેળવી.

એમણે લગભગ ૩૫ જેટલી નાની ફિલ્મોમાં અભિનય આપ્યો હતો.
‘એ બીઝી ડે‘માં ઇષાળુ પત્નીનો અને
‘એ વુમન‘માં નાયિકાનો સીપાઠ પણ એણે ભજવ્યો હતો. પોતાની નાની ઉંમર યુવતીઓ સાથે લગ્ન કરતા હોવાચી ચચાને ચકડોળે પણ ચડ્યા હતા. મહાન તત્વચિંતક રસેલે તો ચાર્લી ચેપ્લીનને
‘ઉતમ માનવીય ગુણોથી વિભુષ્તિ વ્યક્તિ‘ તરીકે નવાજ્યા હતો. ઇ.સ.૧૯૭૭માં આ વિખ્યાત ફિલ્મનટ ચિરનિદ્રામાં પોઢી ગયા. માથે હેટ, ઢીલું પાટલુન, હિટલરી મૂછો, હાથમાં લાકડી, અટપટી ચાલ, ભોળો દેખાતો ચહેરો-આ બઘું દશક કયારેય ભૂલી શકવાનો નથી.