હોમ
તેજસ્વી અને ચમકતો ગ્રહ ‘ચંદ્ર’
-
તેજસ્વી અને ચમકતો ગ્રહ ‘ચંદ્ર’
વૈદિક જયોતિષ શાસ્ત્રમાં ચંદ્ર તરીકે પ્રચલીત આ ગ્રહના નામનો અર્થ થાય છે “તેજસ્વી અને ચમકતો”. ચંદ્રને સોમ પણ કહેવામાં આવે છે. “સોમ” એ માદક પણ#beak# પવિત્ર એવું પીણું છે જેનો ઉપયોગ ઐદિક આહુતિઓમાં કરવામાં આવતો. વિદેશોમાં સૂર્ય રાશીને અનુસરવામાં આવે છે. ભારતીય જયોતિષ શાસ્ત્રમાં ચંદ્ર અને તેની રાશિઓને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે.હિદું ધર્મમાં અંગ્રેજી કેલેન્ડરની તારીખો પ્રમાણે જન્મદિવસ અનુસરવામાં આવતો નથી. તેઓ જન્મ સમયે જે મહિનો હોય? અને તે વખતે ચંદ્ર જે રાશિમાં પ્રવેશ્યો હોય તેને અનુસરી તિથી પ્રમાણે જન્મદિવસ મનાવવામાં આવે છે, અમાસ દરમ્યાનનો ચંદ્ર હાનિકારક ગણવામાં આવે છે. ચંદ્રનો વૈદિક દંતકથાઓમાં શશ્ સસલાં તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણકે તેની ગતિ અન્ય કોઈપણ ગ્રહ કરતાં ઘણી જ ઝડપી છે. ચંદ્ર ઘણી બાબતોનો કારક-સૂચક છે તે માતા અને સામાન્યતઃ સ્ત્રીજાતીનો સૂચક છે આ સાથે તે પ્રજા, સામાન્ય કલ્યાણ, સુખ, સૌદર્ય, દૃષ્ટિ, મન અને યાદશકિતને લગતી બાબતોમાં લાભદાયી છે. ઘણાં વિદેશી વિધાર્થીઓ જયોતિષવિધાને જાણીને આશ્ચર્ય પામ્યા કે ચંદ્ર મન સાથે સીધો સંબંધ ધરાવે છે. સૂર્ય આત્માનો સૂચક છે અને ચંદ્ર મનનું વાહન છે, મન આત્માનો પ્રકાશ મેળવે છે. મનના વાહન તરીકે ચંદ્ર દરેક ઈન્દ્રિયોનો સૂચક છે અને દરેક ઈન્દ્રીયની પૂર્ણ જીવંત ક્ષમતાઓનો પણ સૂચક છે.
ચંદ્રનો રંગ આછો પીળો (લેમન યલો) છે તથા તેનાં રત્ન (મુન સ્ટોન) અને કુદરતી મોતી છે. ચંદ્રની ધાતુ ચાંદી છે અને તેની દિશા વાયવ્ય છે. ચંદ્રનો દિવસ સોમવાર છે. ચંદ્ર એક ખુબ જ પ્રેમાળ દેવ છે. તે આબાલવૃધ્ધ સર્વને સાર્વત્રીક રીતે આકર્ષ છે, પછી ભલેને એ કોઈપણ સંપ્રદાયના હોય. સાધુ-સંતો અને ધકતો કલાકો સુધી ચંદ્રમાં રહેલ દેવી માતાને પ્રસન્ન કરવા ધ્યાન ધરે છે. આ ગ્રહ ને કારણે રાત્રી સમય આવે છે, લોહીનું શુધ્ધીકરણ કરે છે અને ચંદ્ર એવો ગ્રહ છે જેમાંથી અમૃત ઝરે છે એમ મનાય છે. દરેક પ્રકારના દુઃખ-દર્દ આ ગ્રહની પુજાથી દુર થાય છે, સાથોસાથ માનસીક અસંતુલન જેવી તકલીફોમાં પણ રાહત મળે છે. આ ગ્રહનાં શીતળ કિરણો સર્વત્ર આનંદ- સુખની લાગણી પ્રસરાવે છે. તે શિવની જટામાં પણ શોભે છે. સોમવારે ચંદ્રની પુજા કરવાથી ભકતની પ્રાર્થનાનો પ્રતિસાદ મળે છે એમ કેહવાયું છે.
ચંદ્રનો આછો પીળો (લેમન યલો) રંગ ગુસ્સાને કાબુમાં રાખે છે, ખુશ મિજાજી બનાવે છે, પુર્ણતા (પરફેકશન) ના માર્ગ લઈ જાય છે, સંકલ્પ શકિતમાં વધારો કરે છે. લીબું જેવો આછો પીળો રંગ લીલા અને પીળા રંગના મિશ્રણ ગણથી બને છે, અને આ બંનેના લક્ષણો તેમાં જોવા મળે છે. તે પાચનતંત્ર માટે અને વિશીષ્ટ રીતે ડાબા મગજ માટે ખુબ જ અસરકારક અને લાભદાયક રંગ છે. રંગ ચિકિત્સા (કલર થેરપી) માં મનને પ્રેરણા અને વેગ આપવા માટે આ પીળો રંગ ચાવી રૂપ તો માનવામાં આવે છે. આછા પીળા રંગ નું લીંબુ પણ તો મનને સ્ફુર્તિદાયક અને ચેતનવંતુ બનાવે છે. પણ ઉપરાંત શરિરમાં રહેલ બિન જરૂરી-નિકાલમાં પણ આ રંગ મદદરૂપ થાય છે વિષ્મસમાન દ્રવ્યો મન અને શરિર બંનેના હોઈ શકે તે એપેન્ડીસ અને પાચનતંત્રની તકલીફોની સારવારમાં પણ મદદરૂપ છે. સાહજીક પાચનક્રિયા, મગજને લગતી ક્રિયાઓમાં, શરીરમાં હાડકા અને કોષીકાનાં રક્ષણમાં પોષક તત્વ તરીકે, જાતિય ઉત્તેજના માટે પણ અતિ ઉપયોગી છે. તે થાઈરોઈડની ગ્રંથીને સક્રિય બનાવીને વૃધ્ધી પર નિયંત્રણ રાખે છે. આ રંગ અડધા લીલા અને અડધાં પીળાં રંગથી બનેલો હોવાથી ચોખ્ખાઈ (સ્વચ્છતા) જાળવવામાં મદદ કરે છે. તે કોષકિઓમાં પ્રતિકારક શારિરીક શકિત વધારી થાક ના સમયે ચેતન આપે છે. આ રંગ વાયવ્યદિશામાં હોવો જોઈએ. ચંદ્ર કર્ક રાશીનો સૂચક છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com