ગાજર ઠંડીના દિવસોમાં જોવા મળે છે. લાલ – લાલ ગાજર જોઈને ખાવાને મન લલચાય છે. ગાજર શિયાળામાં પૌષ્ટિક ખોરાક છે. ગાજરમાં વિભિન્ન ખનીજ તત્વો અને વિટામીનથી ભરપૂર છે. ગાજરના સેવનથી ઘણા રોગોનો નાશ થાય છે. કાર્બોહાઈટ્રસ, પ્રોટીન, લોહ ફોસ્ફરશ, કેલ્શિયમ બધા તત્વો સમાયેલા છે. વિટામીન એ અને ઈ એમાં મળી આવે છે. વિટામીન એ ગાજરમાં મળે છે. આંખો માટે બહુ જ ફાયદાકારક છે. સવારમાં ગાજરનો રસ લેવો આંખો માટે ઘણો સારો છે. જમ્યા પછી ગાજર ખાવાથી દાંતના જીવાણું નાશ પામે છે. દાંત ચમકદાર બને છે. દંતક્ષય નાશ પામે છે. પેઢામાંથી લોહી આવવું, મોઢામાં વાસ આવવું દૂર થાય છે. ગાજર પાચનક્રિયા માટે લાભકારી છે. કેન્સર અને અલ્સર જેવા રોગોને દૂર કરવા ઉપયોગી છે. લોહી સાફ રાખવામાં અસાધારણ ક્ષમતા રાખે છે. આનાથી કબજીયાત દૂર થાય છે. માંસાહારીનો યૂરિક એસિડ પણ ગાજર ખાવાથી નષ્ટ થાય છે. વિટામીન એ પથરી બનાવવાનું રોકે છે. આ કિડની માટે પણ ઘણો ફાયદાકારક છે.