
રસોઈ ફકત ચાર વ્યકિતની બનાવી હોય અને ઓચિંતા મહેમાન આવી ચઢે તો ગૃહિણીએ નીચે પ્રમાણે રસોઈનું પ્રમાણ વધારવું જોઈએઃ
દાળ ને ગરમ કરવા મૂકી, તેમાં થોડો ચણાનો લોટ પાણીમાં ભેળવીને નાખો. પછી દાળને ઉકાળો. તેમાં ગોળ- આમલીનું પાણી કે લીંબુનો રસ,મીઠું, મરચું નાખો.
દાળમાં જલદી ચઢી જાય તેવાં શાક-બટાટા,શક્કરિયા,ટમેટાં, કાંદા, રીંગણાં નાખી સંભાર કરી દો.
શાકમાં ચણાનો લોટ, સીંગદાણાનો ઝીણો ભૂકો,લીલું લસણ, કોથમીર, કોપરાનું છીણ, તલ વગેરેને વાટીને તેમજ મીઠું –મરચું નાખીને રસાદાર શાક બનાવી દો.
કઠોળમાં ચણાના લોટને પાણી સાથે ભેળવીને નાખો. પછી ગોળ – આમલીનું પાણી, આદું,કોથમીર, લસણ વાટીને તેમજ મીઠું- મરચું નાખો.
તરત ઘઉંના લોટની કણક બાંધી રોટલી કે પૂરી બનાવી દો.
પાપડ, પાપડી,સેવને તળીને મૂકો.
કચુંબર અને રાયતું બનાવી દો.
અથાણું મૂકો.
ખોરાકને ઝેરી થતો અટકાવવા શું કરશો ?
રસોઈને વ્યવસ્થિત રીતે ઢાંકેલી રાખો.
રસોઈ ચમચા વડે જ પીરસવાનું રાખો.
થાળી-વાટકા ચમચા વગેરે સ્વચ્છ કપડાંથી સાફ કરો.
ગૃહિણી રસોઈ કરતી વખતે ને પીરસતી વખતે હાથ સ્વચ્છ રાખે.
કલાઈ વગરનાં પિત્તળનાં અને એલ્યુમિનિયમના વાસણ ન વાપરે. લોખંડના વાસણમાં ખટાશવાળી વસ્તુ ન બનાવે.
કાણાંવાળા કે કોહવાયેલ ફળ કે શાકભાજીનો રસોઈમાં હરગિજ ઉપયોગ ન કરો.
ખાર્ધ- રંગો અને પ્રીઝર્વેટિવ પ્રમાણસર અને જરૂર પૂરતાં નાખવાં વધુ પ્રમાણમાં નાખતાં તે વાનગી ઝેરી બનવા સંભવ છે.