-
મમરા અને ખડી સાકરનો ઉકાળો પીવાથી બળતરા મટે છે.દ્રાક્ષ અને ખડી સાકર ભેગી કરી સવારે ખાવાથી બળતરા મટે છે.ધાણા અને સાકર પાણીમાં લેવાથી બળતરા મટે છે.ધાણા અને જીરું એક ચમચી લઈ, અધકચરું ખાંડી રાત્રે પાણીમાં પલાળી, સવારે મસળી, ગાળી, તેમાં સાકર નાખી પીવાથી પેટની તથા હાથ – પગની બળતરા મટે છે.ધાણાજીરાનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટીને લીધે જમ્યા પછી છાતીમાં થતી બળતરા મટે છે.તાંદળજાનો રસ સાકર નાખી પીવાથી હાથ-પગની બળતરા તથા પેશાબની બળતરા મટે છે.એલચીને આમળાંના ચૂર્ણ સાથે લેવાથી શરીરની બળતરા, પગનાં તળિયાની બળતરા મટે છે.એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નાખી, તેમાં થોડી સાકર મેળવીને પીવાથી પિત્તનો દાહ મટે છે.સવારના પહોરમાં બે તોલા મધ ઠંડા પાણીમાં પીવાથી દાહ, બળતરા, ખંજવાળ મટે છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com