હોમ
ભિક્ષુ અખંડાનંદ
-
સસ્તા અને ગૌરવવંતા ગુજરાતી સાહિત્યના પ્રકાશન પછળ જેમની પ્રેરણા સદાય સૌને માર્ગદર્શક બની રહી છે તેવા ભિક્ષુ અખંડાનંદનો જન્મ બોરસદ ગામે થયો હતો. તેમના પૂર્વાશ્રમનું નામ લલ્લુભાઈ ઠક્કર. અભ્યાસ દરમિયાન નાની કવિતાઓ લખવાનો ચસકો લાગ્યો. મહાશિવરાત્રીને દિવસે શાંકર સંપ્રદાયની વિધિ મુજબ તેમણે સંન્યાસ દીક્ષા લીધી. એ જમાનામાં સારાં પુસ્તકો બહુ મોંધા મળતા અને ભાષાકીય દ્દષ્ટિએ પણ ભારેખમ. આ બધાં અવલોકનો પછી એમણે ‘સસ્તુ સાહિત્ય’ શરૂ કર્યું. સસ્તા ભાવે કાગળ અને બીજી સામગ્રી મેળવવા સતત પ્રવાસ ખેડતા. તેમને ખૂબ ગમેલા ભાગવતના એકાદશ સ્કંધનું તેમણે પ્રકાશન કર્યું. સંસ્કૃત ધર્મગ્રંથો, નીતિશાસ્ત્ર, બાળકથાઓ અને મહિલા ઉપયોગી વિવિધ ગ્રંથો સરળ ભાષામાં અને સસ્તા દરે ગુજરાતમાં ઘેર ઘેર પહોંચાડવા સફળ પ્રયત્નો કર્યા. ‘અખંડાનંદ’ સામયિકે ગુજરાતનું સંસ્કાર ઘડતર કર્યું છે. ગીતા સહિત ધર્મ સંસ્કારના પુસ્તકોની ૫૪૦૦૦ નકલો માત્ર સાડાત્રણ વર્ષમાં જ વેચીને વિક્રમ સજર્યો. એમ.જે.પુસ્તકાલયને તેમણે વિવિધ ભાષાના દસ હજાર પુસ્તકો કબાટો સાથે આપીને ઊંચી ભાવનાનું દ્દષ્ટાંત પૂરું પાડ્યું છે. તા. ૪-૧-૧૯૪૨ના રોજ વહેલી સવારે સ્વામીજી આ દુનિયામાંથી ખસી ગયા. આખરે અખંડ હતું તે અંખડ રહ્યું અને ખંડિત હતું તે પંચમહાભુતમાં વિલીન થઈ ગયું.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com