
•દોઢ-બે તોલા મેથી રોજ ફાંકવાથી વા મટે છે.
•કોઈપણ પ્રકારના શૂળ-પડખાં, છાતી, હ્રદય કે માથામાં દુઃખાવો હોય ત્યારે તુલસીનો રસ ગરમ કરીને તેના પર માલિશ કરવાથી તરત આરામ થાય છે. આવા પ્રસંગે બે ચમચી તુલસીનો રસ પી જવો.
•મેથીને થોડા ઘીમાં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ, ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા. આ લાડુ ૮-૧૦ દિવસ ખાવાથી કમરનો દુઃખાવો અને સંધિવા મટે છે. જકડાઈ ગયેલાં અંગો છૂટાં પડે છે અને હાથ-પગે થતી કળતર પણ મટે છે.
•અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર-સાંજ ખાવાથી કમરનો દુઃખાવો મટે છે.
•સૂંઠ અને ગોખરુ સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુઃખાવો મટે છે.
•સૂંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુઃખાવો મટે છે.
•ખજૂરની પાંચ પેશીનો ઉકાળો કરી, તેમાં અર્ધો તોલો મેથી નાંખી પીવાથી કમરનો દુઃખાવો મટે છે.
•સૂંઠ, લસણ, અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી તેનું માલિશ કરવાથી કમરનો દુઃખાવો મટે છે તેમજ દુઃખતાં સાંધામાં આરામ થાય છે.
•સૂંઠ અને હિંગ નાખીને તેલ ગરમ કરી તેનું માલિશ કરવાથી કમરનો દુઃખાવો તથા શરીર જકડાઈ ગયેલું હોય તો તે મટે છે. સાંધાનો દુઃખાવો પણ મટે છે.
•રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલિશ કરવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.
•આદુના રસમાં સહેજ મીઠું નાખી તેનું માલિશ કરવાથી સંધિવાનો દુઃખાવો મટે છે ડોક રહી ગઈ હોય તો તે પણ મટે છે.
•જાયફળને સરસિયાના તેલમાં ઘસી માલિશ કરવાથી જકડાયેલા સાંધા છૂટા પડે છે અને સંધિવા મટે છે.
•લવિંગનું તેલ ઘસવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.
•ધાણા ૧૦ ગ્રામ અને સૂંઠ ત્રણ ગ્રામ લઈ, વાટી તેનો ઉકાળો બનાવી, તેમાં મધ નાખી પીવાથી પડખાનો દુઃખાવો તથા છાતીનો દુઃખાવો મટે છે.
•સૂંઠ, સાજીખાર અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારના શૂળ મટે છે.
•જીરું, હિંગ અને સિંધવની ફાકી ઘી સાથે લેવાથી શૂળ મટે છે.
•એક ચમચી શેકેલી હિંગ થોડા ગરમ પાણીમા પીવાથી પડખાનો દુઃખાવો મટે છે.
•સૂંઠનો ઉકાળો કરી, તેમાં એક ચમચી દિવેલ નાંખીને પીવાથી સંધિવાનો દુઃખાવો મટે છે.

•કાચા બટાટાની છાલ કાઢ્યા વગર ટુકડા કરી તેનો રસ કાઢી તુરત જ પીવાથી સંધિવામાં ઘણો ફાયદો થાય છે.
•તાંબાના વાસણમાં આખી રાત રાખેલું પાણી સવારે નરણા કોઠે પીવાથી સંધિવામાં ફાયદો થાય છે.
•દરિયાના પાણીમાં નિયમિત સ્નાન કરવાથી સંધિવાના દર્દીને ખૂબ જ ફાયદો થાય છે. દરિયાના પાણીમાં સ્નાન કરવાનું શક્ય ન હોય તો દરિયાઈ મીઠું ગરમ પાણીમાં ઓગાળી તેનાથી સ્નાન કરવું.
•કૌચાંના બીજ ૧ કિલો લઈ સાંજે પાણીમાં પલાળો. સવારે તેનાં ફોતરાં ઉખાડીને તેનો ગર્ભ તડકામાં સૂકવી દો. સુકાયા બાદ તેનું ચૂર્ણ બનાવી ત્રણ ગ્રામ ચૂર્ણ સાથે ૧ ગ્રામ અશ્વગંધાનું ચૂર્ણ મેળવી રોજ સવારે અને રાત્રે જમ્યાં પહેલાં ગરમ દૂધ સાથે લેવાથી સંધિવા તથા લકવાના રોગીને ફાયદો થાય છે.
•સૂંઠનો કાઢો બનાવીને પીવાથી સાંધાનો દુઃખાવો મટે છે.
•સાંધાના દુઃખાવામાં કેરોસીન જરા ગરમ કરી માલિશ કરો.