નાળિયેર તેમજ તેનું પાણી બંને ખુબ જ ગુણકારી છે. તેમજ ઔષધિના રૂપે પણ તેને ઘરેલુ ઉપયોગમાં લઈ શકાય છે. નાળિયેર નું પાણી દૂધની જેમ જ એક પૂર્ણ આહાર છે. વિટામીનના સ્વરૂપે આની અંદર એ, બી, સી વિટામીનની સાથે પ્રોટીન, કેલ્શિયમ તેમજ આયર્ન મળી આવે છે. આ બધા જ તત્વો શરીરના વિકાસ માટે ખુબ જ લાભકારક છે.
જો નાળિયેર નો અને તેના પાણીનો યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવેતો ઘણા પ્રકારની નાની નાની તકલેફો પર કાબુ મેળવી શકાય છે.
એડકી : કાચા નાળિયેર નું પાણી પીવાથી એડકી
આવતી બંધ થઈ જશે. સાથે સાથે ઉલ્ટી અને
પેટના ગેસદર્દમાં અને પેટમાં દુખાવો પણ ઓછો થઈ જશે.
દમ : નાળિયેર ની ચોટીને સળગાવીને અને તેની રાખને મધમાં ભેળવીને ત્રણ-ચાર વખત ચાટવાથી સારો ફાયદો થાય છે.
યાદશક્તિ : નારીયેળના મિશ્રણમાં બદામ, અખરોટ તેમજ સાકરને મિક્સ કરીને સેવન કરવાથી યાદ શક્તિમા વધારો થાય છે.
નસકોરી : જેને નસકોરી ફુટતી હોય તેને નારિયેળનું પાણી નિયમીત રૂપે પીવું જોઈએ. સાથે સાથે ખાલી પેટે નારિયેળનું સેવન કરવાથી પણ લોહી વહેતું બંધ થઈ જશે.
ખીલ : નારિયેળના પાણીની અંદર કાકડીનો રસ ભેળવી સવાર-સાંજ નિયમીત રૂપે
લગાવવાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દુર થાય છે તેમજ ચહેરો સુંદર અને ચમકરદાર થાય છે. નારિયેળના તેલમાં લીંબુનો રસ અથવા ગ્લિસરીન ભેલવીને ચહેરા પર
લગાવવાથી ખીલ મઈ જશે.
અનિંદ્રા : રાતનું ભોજન લીધા બાદ નિયમીત રૂપે નારિયેળનું પાણી પીવાથી ઉંઘ સારી આવે છે.
માથાનો દુ:ખાવો : નાળિયેર ના તેલમાં બદામને ભેળવીને તેમજ ખુબ જ ઝીણી પીસીને માથા પર લેપ લગાવવાથી માથાના દુ:ખાવામાં રાહત થાય છે.
ખોડો : નાળિયેર ના તેલમાં લીંબુનો રસ ભેળવીને વાળમાં લગાવવાથી ખોડો તેમજ માથામાં આવતી ખુજલીથી રાહત મળે છે.
ગર્ભાવસ્થા : સવારે રોજ નિયમીત રૂપે 50 ગ્રામ નારિયેળને ચાવવાથી ગર્ભવતી મહિલાને તો લાભ થાય જ છે સાથે સાથે આવનાર બાળક પણ હુષ્ટ પુષ્ટ તેમજ ઉજળા વર્ણનું થાય છે.
પેટના કૃમિ : પેટમાં કૃમિ થવા પર સવારે નાસ્તાની સાથે એક ચમચી પીસેલ નારિયેળનું સેવન કરવાથી પેટના કૃમિ તુરંત જ મૃત્યું પામે છે.