૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજી તેમના રોજિંદા કાર્યક્રમ મુજબ સાંજના સમયે પ્રાર્થના સભામાં જવા નીકળ્યા. ગાંધીજી મનુબહેન અને આભાબહેન ગાંધીના ખભે હાથ રાખી ચાલતા હતા. તેઓ જેવા પ્રાર્થના સભામાં પહોંચ્યા એટલે ત્યાં ઉપસ્થિ લોકો તેમને હાથ જોડી વંદન કરવા લાગ્યા. ગાંધીજીને વંદન કરવા થોડી ધક્કામુકી પણ થઈ. ગાંધીજી પોતાના બંને હાથ લોકો સમક્ષ જોડી રહ્યા હતા એ જ ક્ષણે નથુરામ ગોડસે નામના એક કટ્ટરવાદી હિન્દુ યુવાન ટોળામાંથી આગળ ધસી આવી ઊભો રહી ગયો. પળવારમાં તેણે પોતાની પાસેની બંદૂકમાંથી ગાંધીજી ઉપર ત્રણ ગોળીઓ છોડી. ગોળી વાગતા જ ગાંધીજી ‘હે રામ!‘ બોલી
ઢળી પડ્યા.

બીજે દિવસે ૩૧મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ યમુન નદીના કિનારેગાંધીજીના નશ્વર દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો. આજે એ જગ્યા રાજઘાટ તરીકે ઓળખાય છે.