હોમ
અનિદ્રા – ઊંઘ ન આવવી
-
સૂતાં પહેલા ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ માથામાં તેલ નાખવાથી ઊંઘ આવે છે.ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંઘ આવે છે.પીપરીમૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે છે.ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે.કુમળા રીંગણને શેકી, મધમાં મેળવી સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે.વરિયાળી, દૂધ અને સાકરનું ઠંડું શરબત પીવાથી ઊંઘ સારી આવે છે.જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરી સૂતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.૨ થી ૩ ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી ઊંઘ સરસ આવે છે.ખૂબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઊડી જાય ત્યારે ગંઠોડાનું ચૂર્ણ બે ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.દૂધમાં ખાંડ અને ગંઠોડાનું ચૂર્ણ નાખી ઉકાળી પીવાથી ઊંઘ આવે છે.રાતના સૂતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલદી આવી જાય છે.
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved. - Powered by
Gujaraticontent.com