હોમ
આનંદશંકર ધ્રુવ
-
બહુશ્રુત પંડિત આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ ઈ. ૧૮૬૯માં રાજકોટ મુકામે થયો હતો. અભ્યાસકાળ દરમિયાન જ પિતાએ તેમને ઉત્તર ભારતના પંડિતો પાસે હિંદુ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો હતો. એમ.એલએલ.બી. થઈ એમણે ગુજરાત કોલેજના સંસ્કૃતના અધ્યાપકનું સ્થાન શોભાવ્યું. પોતાની તેજસ્વી કલમ વડે ‘વસંત’ ને ગુજરાતની સંસ્કારિતાનું પ્રતિનિધિ બનાવ્યું. ધીમે ધીમે તે જ દિશામાં આગળ વધતા ભારતભરની તત્વજ્ઞાન પરિષદનું પ્રમુખસ્થાન તેમને પ્રાપ્ત થયું. પછીથી બનારસ યુનિવર્સિટીનું સંચાલન સંભાળી તેને સુવ્યવસ્થિત કરી. હિંદુ ધર્મ, નીતિ રક્ષણ, રામાનુજભાષ્ય(અનુવાદ) વગેરે ગુજરાતી ભાષામાં લખાયેલા તેમના મૂલ્યવાન ગ્રંથો છે. જિંદગીના આખરી મહિનામાં પોતાનું મહામૂલ્યવાન પુસ્તકાલય વર્નાક્યુલર સોસાયટીને ભેટ આપ્યું. તેમાં દશ હજાર જેટલાં ઉત્તમ પુસ્તકો અને માસિકો સમાવિષ્ટ થયાં હતાં. લોકમાન્ય ટિળકની તેમના પર ઘેરી છાપ પડેલી. તત્વચિંતક શ્રી આનંદશંકર ધ્રુવનું તા. ૭-૪-૧૯૪૨ના રોજ નિધન થતાં મહાત્મા ગાંધીજીએ જણાવ્યું હતું : ‘આનંદશંકરભાઈ કેવળ ગુજરાતના જ નહીં, પરંતુ સમગ્ર ભારતવર્ષના આભૂષણ હતા. તેમની અમાપ વિશ્વતાની અને મધુર વ્યક્તિત્વની ઊંડી છાપ મારા પર પડી છે.’�
સંબંધિત આર્ટીકલ
-
Copyrights © 2008 Gurjari.net - All rights Reserved