આજથી બે દિવસ માટે અમરેલી મા ગુજરાત સ્થાપનાદિન ની ઉજવણી પ્રસંગે અમરેલી ને કોડભરી કન્યાને લગ્ન માટે સજાવવામા આવે તેમ સજાવટ થઇ રહિ છે.? આઝાદી પછી કદાચ અમરેલી માટે આ સૌથી અગત્યનો તહેવાર છે. ચાલો જોઇએ ફટાફટ વિગતો..
ગુજરાત રાજ્ય નો 49 મો સ્થાપના દિવસ થી અમરેલી જીલ્લા મા વિકાશ ના અદભુત કાર્યો.
જાણીતા જાદુગર કે.લાલ ના વતન મા તંત્ર જાદુઇ સ્પીડ થી નવા રસ્તાઓ નુ નિર્માણ કરવામા વ્યસ્ત.
છેલ્લા એક મહિના મા અમરેલી શહેર માથી 12500 ટન કચરો ઉપાડવામા આવ્યો.
16500 મીટર ના 27 નવા રસ્તાઓ નુ નિર્માણ
ગાંધીબાગ ને નવજીવન.
સંત ભોજલરામ- મહાત્મા મૂળદાસ અને મહાત્મા ઇસરદાન ની પ્રતિમાઓનુ અનાવરણ.
સિવિલ હોસ્પિટલ મા નવુ ટ્રોમા સેંટસ.108 ઇમરજંસી સેવાનુ ઉદધાટન.ગુજરાત ની અસ્મિતા ને ઉજાગર કરતી નુત્યનાટીકા 1 લી મે ના અમરેલીમા.
શ્રેષ્ડ નગરપાલીકા-રમગજગત ના એકલવ્ય અને ગુજરાતી ચલચિત્રો ના એવોર્ડ સમારંભ.અમરેલી ના રત્નો જેવા કે પો.વસંતભાઇ પરીખ- જાદુગર કે.લાલ- હિન્દુસ્તાન ઇંક ના યુનુસ બિલખિયા- દિપક ફર્ટીલાઇઝર ના ચીમનભાઇ મહેતા નુ સન્માન.
ગિરધરભાઇ બાલસભાગ્રુહ મા કવિ રમેશ પારેખ સ્મ્રુતી કક્ષ નુ ઉદધાટન.સમગ્ર અમરેલીનો નવવધુ ની જેમ શણગાર.કામનાથ મહાદેવ ના મંદીર નજીક ના તળાવ મા 1મે ના 10000 દિવડાઓની આરતી થશે.
અમરેલીજીલ્લા ના તમામ 582 ગામોને જોડતા ઇ-ગ્રામ પ્રોજેકટ નુ લોકાર્પણ.