હું ૨૧ વર્ષનો અપરિણીત યુવક છું પણ સેકસ્યુઅલી એકિટવ છું. સમાગમ કર્યા સિવાય રહેવાતું નથી અને એઈડ્સનો ભય ખૂબ જ સતાવ્યા� કરે છે, શું કરું?
સારો ડોકટર કે કાઉન્સેલર પોતાના વિચારમલ્યો પોતાના પેશન્ટ પર લાદતો નથી. જિંદગી તમારી છે, નિર્ણય પણ તમારે જ લેવાનો છે. કોઈપણ નિર્ણય કરતાં પહેલા ત્રણ ‘આર’ ધ્યાનમાં રાખીને નિર્ણય કરશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ત્રણ ‘આર’છે રાઈટ (હક), રિસપોન્સિબિલિટી પણ રહેલી છે. જો કે, જો અજાણી વ્યકિત જોડે નિરોધ (કંડોમ) વગર સમાગમ કરી બેસીએ તો કોઈ વખત એઈડ્સ જેવી ખતરનાક બીમારીના શિકાર બની શકીએ. એથી સમાગમ વખતે નિરોધ અવશ્ય પહેરવું. કોઈ અજાણી વ્યકિત જોડે સમાગમમાં રાચો છો જેની જોડે તમે ખરેખર પ્રેમમાં છો! ‘રાઈટ’અને ‘રીસ્પોન્સિબિલિટી’ની સાથે સાથે એક બીજાનું ‘રિસ્પેકટ’ જાળવવું પણ એટલું મહત્વ નું છે.