
આદ્ધ શંકરાચાર્ય નો જન્મ વૈશાખ સુદ પાંચમના રોજ થયો હતો. ત્યારથી આ દિવસ શંકરાચાર્ય જયંતી તરીકે પણ ઓળખાય છે. એ સમય વૈદિક હિન્દુ ધર્મ માટે સંકટનો હતો. ભારતમાં સર્વત્ર બુધ્ધ ધર્મનો ફેલાવો થઇ રહયો હતો અને મૂર્તિપૂજાના પયા ડગમગતા હતા. પરંતુ આધ શંકરાચાર્યના નેતૃત્વમાં સનાતનવાદી ર્બાહમણો અડગ રહયા. વૈદિક સંસ્કૃતિનો ઝંડો તેઓના હાથમાં સલામત હતો. બદ્નિનારાયણમાં ભગવાનની મૂર્તિ પૂજામાં આસ્થા ન ધરાવનાર બૌધ્ધ ધર્મ ભારતની સરહદોની પેલે પાર ધકેલાઇ ગયો. આ બધું શકય બન્યું શ્રી મદ્ આદ્દ શંકરાચાર્યના નેતૃત્વમાં.
આદ્ધ શંકરાચાર્યના જીવનમાં ભકિત જ્ઞાન અને કર્મનો એવો તો અનુપમ સુમેળ હતો કે તેથી સામે અનેક વિધ્ધાનોમે પોતાના સર મુકાવેલ. કિશોરાવસ્થામાં જ તેઓ ગીતા બ્હમસૂત્ર, ઉપનિષદો તેમજ અન્ય વૈદિક સાહિત્ય ઉપર ઉંડુ જ્ઞાન ધરાવતા હતા. આદ્ધશંકરાચાર્યના એકાત્મવાદ (અદ્વૈતવાદ) વિશે ગેરસમજણો પ્રવર્તે છે પરંતુ તેને બૌધ્ધિક ભાવ કે સંવેદનાઓના દ્દષ્ટિકોણથી જોવામાં આવે તો તેનો ખરો અર્થ સમજાઈ જાય છે. સમાજમાં રાજા અને પ્રજા વચ્ચે પિતા અને પુત્ર વચ્ચે, ભાઈ અને બહેન વચ્ચે પતિ અને પત્નિ વગેરે જેવા સંબંધોમાં એકાત્મતા કેળવાય અને માણસ માણસની મદદ કરે તેમ આચાર્ય શંકરાચાર્ય ઈચ્છતા હતા. આજે આપણે જેને વેદ શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ તેની ઉપર પણ, શંકરાચાર્યના વિચારોએ અમીટ છાપ છોડી છે. સાંકર માયાવાદ તરીકે તરીકે ઓળખાનુ તેમનું તત્વજ્ઞાન હકિકતમાં જગતને મિથ્યા ગણે છે. પરંતુ અસત્યગણતું નથી. શંકરાચાર્યની દ્દષ્ટિએ જગતને તેના અસલરુપમાં જોવા માટે સાચી દ્દષ્ટિ કેળવવી પડે. સૃષ્ટિની રચના કરનાર ઈશ્વર પોતે પણ તેના અણુએ અણુમાં સમાઈ ગયેલ છે. આ જગત પરિવર્તનશીલ છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે તે નાશ પામશે. પરિર્વનશીલતા તેનું મૂળ લક્ષણ છે અને તેમાંજ તેની સાચી સુંદરતા છુપાયેલી છે તેમ જગત ગુરુનું માનવું છે.
મદ્ શંકરાચાર્યએ સન્યાસીના સ્થાનને ગૌરવતા બક્ષી સાથે સંસારને એવી શિખ પણ આપી કે સંન્યાસીનો મતલબ જગત સાથે અલિપ્તતા નથી. તેઓ ખુદ એક સંન્યાસીનું જીવન જીવ્યા છતાં તેમના જીવન ત્યાગ, બલિદાન અને શૌર્યના અનેક પ્રસંગો જોવા મળે છે. તેઓ જીવનભર એક કૃમયોગી સંન્યાસી બની રહયા. શંકરાચાર્ય માત્ર ત્રણ દસકાથી થોડું વધુ જીવ્યા છતાં આટલા અલ્પકાળમાં પણ તેમણે સાબિત કર્યુ કે જગતના તત્વોને આત્મસાત કરવા માટે આવરદાની મર્યાદા નડતી નથી. વ્યકિત કેટલું જીવે છે તેના કરતા કેવું જીવે છે તે જ મહત્વનું છે.
શ્રીમદ્ આદ્દ શંકરાચાર્યના શિખર સમાન ઉત્કૃષ્ટ જીવનમાંથી આપણે અલ્પ તત્વને પણ આત્મસાત્ કરી શકીએ તો પણ આપણી જીવન સફર સફળ થઈ જાય.