ડો. રમેશભાઇ ભયાણી
બીજા વિશ્ર્વયુદ્ધમાં પરમાણું બોમ્બની ભયંકરતાનો સમગ્ર વિશ્ર્વને ખ્યાલ આવ્યો, ત્યારે શાંતિ અને સુખ સાથે કઇ રીતે જીવવું તેની વાસ્તવિકતાના વિચારો વિવિધ દેશોને આવ્યો, મહાસતાઓને પણ અંદરથી ભય હતો કે આવા હથિયારો તેમજ ટેકનોલોજીનો વિવિધ રાષ્ટ્રો મેળવીને તેનો ઉપયોગ કરવા લાગશે તો વિશ્ર્વમાં શાંતિ અને સુખની વાતો એક બાજુ રહેશે અને અગાઉના સામ્રાજયોમાં જે સર્વોપરીતાની આંધળી દોટ હતી તે ફરી શરૂ થઇ જાય, આથી વિશ્ર્વમાં શાંતિ અને સુખ વધે, એક બીજા રાષ્ટ્રો સંકટ સમયે એક બીજાને મદદ કરે, દરેક દેશની સ્વતંત્રા જળવાઇ રહે અને દરેક દેશને પ્રતિનિધિત્વ મળે, સાથે મળીને તમામ પ્રકારની સમસ્યાઓ ઉકેલી શકાય તેવા શુભ હેતુથી સંયુકત રાષ્ટ્ર સંસ્થા (યુએનઓ) ની સ્થાપના થઇ.
આથી સંયુકત રાષ્ટ્ર સંસ્થાની વિવિધ સમિતિ બનાવવામાં આવી તેના વિવિધ વિભાગો શરૂ કરવામાં આવ્યા જે માનવીના સ્વાસ્થય તેમજ આમ સમસ્યાઓને લગતી હોય, સંયુકત રાષ્ટ્ર સંસ્થાની મહાસભામાં ર૦૦૮નું વર્ષ આંતરરાષ્ટ્રીય પૃથ્વી વર્ષ તરીકે ઉજવવાનું નકકી કર્યું છે. પૃથ્વી વર્ષના અંતર્ગત તેના ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો તે માટેનાં ૧૦ વ્યાપક વિષયોની જાણકારી મેળવવામાં આવી છે. દરેક રાષ્ટ્ર પોતાના દૂર દૂરના વિસ્તારો તેમજ ક્ષેત્રિય? વિસ્તારો પોતાના સ્થાનિક રીતે તેનો વિકાસ કરવામાં આવે.
ભારતના વૈજ્ઞાનિકોએ આ કાર્યક્રમ અંતર્ગત આ ઉપમહાદ્વીપને સંબંધિત ઘણી જાણકારી પ્રાપ્ત કરી છે. પૃથ્વી વૈજ્ઞાનિકો તથા વિજ્ઞાનના પ્રસારકોને ધ્યાનમાં રાખી યોગ્ય પરિણામોની જાણકારી મેળવી એક રૂપરેખા તૈયાર કરી છે. પૃથ્વી વર્ષના અંતર્ગત દૂર વિસ્તાર અંગેના અભિયાનોમાં પ્રથમ લોકોમાં વિજ્ઞાન અને પ્રાયોગિકીથી જાણકારી અત્યારના સંદર્ભમાં આપવી. જયાં આ અંગેની જાણકારી નથી તેઓને આપવી.
ખાસ પ્રકારની પૃથ્વી તેમજ તેના સ્ત્રોતોની જાણકારી પૃથ્વીગ્રહ કચરા પેટીમાં ન ફેરવાય તેની પ્રાકૃતિ સ્થિતિ જળવાઇ રહે તે અંગેની જાણકારીઓ આપવા ફોલ્ડરો, નાની પુસ્તિકાઓ, રેડિયા, ટેલિવિઝન દ્વારા કાર્યક્રમોને પ્રસારીત કરીને, સી.ડી. રોમ, વેબસાઇટ વગેરેના વિવિધ માધ્યમો દ્વારા વિવિધ જાતિ અને સમુહોની જરૂરીયાતો મુજબ પ્રસાર સામગ્રી તૈયાર કરવી. આ માટેના પ્રચાર-પ્રસાર માટે સોફટવેરનો ઉપયોગ કરીને લોકોને શિક્ષીત કરવા, ઉપરાંત નુકકડ જેવા આ વિષયને અનુસરીને નાટકો, વ્યાખ્યાન, પ્રદર્શનો તેમજ નાના નાના કસબા તેમજ શેરીઓમાં સીડી રોમ દ્વારા કાર્યક્રમો વિવિધ પૃથ્વીની સારસંભાળ કઇ રીતે રાખવી તેની જાણકારી આપવા અંગેની રૂપરેખા તૈયાર કરવી.
આજે પૃથ્વીની પર્યાવરણ ક્ષેત્રે જે હાલત થઇ છે તે માટે ઝડપી વિકાસ જવાબદાર છે. આવા વિકાસને કારણે આપણે પર્યાવરણને જાળવણી કરી શકયા નહીં તેને કારણે પૃથ્વી પરના વાતાવરણમાં બદલાવ હવા, પાણી, તથા જમીન પ્રદૂષણો વધ્યા, વસતી વધી. નવી સમસ્યાઓનું સર્જન થયું. આથી વિકાસના મુદા ઉપર લોકોનો સાથ લેવો. પૃથ્વીના વિકાસ માટે જન સમુદાય તૈયાર કરવો જે પર્યાવરણને સમતુલિત રાખી વિકાસ કઇ રીતે કરવો તે અંગેની ક્ષમતા આપે તેમજ લોકભાગીદારી પ્રાપ્ત કરવી.

લોકોની ભાગીદારી મેળવવા માટે કોલેજોના અધ્યાપકો દ્વારા, શાળાના શિક્ષકો દ્વારા બાલવાડી અને આંગણવાડીમાં શિક્ષણ આપતા કાર્યકરો પંચાયત અને નગર પંચાયતના પસંદગી પામેલા સભ્યો દ્વારા, મજદૂર સંઘના નેતાઓ દ્વારા, કોલેજ અને વિશ્ર્વ વિદ્યાલયોના વિદ્યાર્થી તેમજ અધ્યાપકો દ્વારા, વૈજ્ઞાનિકો દ્વારા તેમજ વ્યવસાયિક ક્ષેત્રે સંકળાયેલા મહાનુભાવો વગેરેનો સહયોગ પ્રાપ્ત કરી વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમો તૈયાર કરવા જરૂર જણાય ત્યાં આ અંગે કાર્ય કરતા આંતરરાષ્ટ્રીય સંગઠનોની સહાયતા આર્થિક તેમજ વિશિષ્ટ જાણકારી મેળવી કાર્યક્રમો તૈયાર કરવા અને તેની સૂચિ બનાવવી પૃથ્વીનું જતન કરવા કેટલાંક વિષયોની સૂચિ તૈયાર કરવામાં આવી છે. તે માટે લોકોનો સાથ સહકાર મેળવી કાર્યક્રમો તૈયાર કરવા.
આ સૂચિમાં સૌ પ્રથમ સ્વાસ્થય સારૂ રહે તે માટે કિશોર અવસ્થા, ગર્ભાવસ્થા દરમિયાન માતાઓની સંભાળ, વૃદ્ધા અવસ્થા દરમિયાન પોષણક્ષમ અને સ્વાસ્થય માટેની અન્ય જાળવણી અંગેના કાર્યક્રમો કરવા. આ માટે ખાસ શાળાઓને પસંદગીઓ કરી તેમાં કાર્ય કરતી પ્રયોગશાળાઓ શરૂ કરવી, પ્રાયોગિકીના વિકાસ સાથે માંગ ઉભી કરી સાથોસાથ સર્વેને પીવાલાયક પાણી પીવા મળે તેમજ સ્વચ્છતા આધારિત કાર્યક્રમો તૈયાર કરવા, વિવિધ વિસ્તારોમાં વિવિધ સંસ્થા તથા વિસ્તારોમાં રહેલા લોકોનો સાથ મેળવવો, સમુદ્ર કિનારા પાસે રહેતા લોકોને અનુલક્ષીને તેવા કાર્યક્રમો તૈયાર કરવા જેથી તેની આજીવિકા સાથે સ્વાસ્થય, રહેવાની સગવડતા, સ્વચ્છતા, સુનામી જેવી ઘટનાઓ બને તો કેવા પ્રકારની કાર્યવાહી કરવી તેનું શિક્ષણ આપી અવગત કરાવવા. શહેરીકરણ એક મોટી સમસ્યા છે. શહેરના વિસ્તારો મર્યાદિત હોવાથી ઘણી સમસ્યાઓ સર્જાય છે. રહેઠાણ, સ્વાસ્થય, પીવાના પાણીની સમસ્યા, સ્વચ્છતા, ગંદા પાણીનો નિકાલ વગેરેની સમસ્યાઓ હોય છે. શહેરીકરણને નિયંત્રણમાં રાખી રોજગાર-ધંધો અન્ય જગ્યાએ લઇ જઇ તેની આસપાસ નવી વસાહતો સ્થાપવી, પર્યાવરણની જાળવણી તેમજ શહેરોની આ અંગેની સમસ્યાઓના ઉકેલ માટે કાર્યક્રમો યોજી તેનું વ્યવસ્થિત આયોજન કરવું, આ વિસ્તારના લોકો માટે પણ શિક્ષણ વગેરેની વ્યવસ્થા ઉત્પન્ન કરવી, સાક્ષરતાનું પ્રમાણ સંપૂર્ણ પણે હાંસલ કરવા માટેની રૂપરેખા તૈયાર કરવી. ડીઝાસ્ટર મેનેજમેન્ટ આપતકાલીન વ્યવસ્થા માનવી દ્વારા ઉત્પન્ન થતી હોય છે તો કોઇવાર કુદરતી હોય છે. ઉપરાંત પર્યાવરણના પ્રદૂષણની સમસ્યા ઉત્પન્ન થાય તો તેની સામે કઇ રીતે લડવું તેમજ તેનો સામનો કરવો તે અંગેનું શિક્ષણ આપવું તેમજ તે માટે લોકોની ક્ષમતા વધે તેવા કાર્યક્રમો તૈયાર કરવા. આ બધા કાર્યક્રમો અંગે ઘણા વિસ્તારોમાં કાર્યક્રમો લોકભાગીદારીથી થાય છે. ઘણી સંસ્થાઓ તથા સરકાર દ્વારા પણ થાય છે. પરંતુ તેને રાષ્ટ્રીય અભિયાન ગણીને હવે કાર્ય કરવાની જરૂરિયાત છે.
આ માટે જરૂર જણાય તો સરકારશ્રી તંત્રનો, વિવિધ આ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓનો, સોસાયટીઓ દ્વારા સંશોધનો કરતી પ્રયોગશાળાઓ, ઔદ્યોગિક ક્ષેત્રે કાર્ય કરતા વિવિધ સંગઠનો ઉપયોગ કરી માનવશકિત વધારી શકાય. તેમજ સંશોધનો કરતા યુવાન પેઢીઓનો સહયોગ પ્રાપ્ત કરવો જરૂરી છે.
સરકારશ્રીના વિવિધ મંત્રાલયો, રાષ્ટ્રીય કક્ષાએ તેમજ સ્થાનિક કક્ષાએ એકબીજાનો સહયોગ પ્રાપ્ત થઇ શકે તે માટે જરૂરી નીતિઓ ઘડવી, કાયદાઓ ઘડવા, તેમજ તે દ્વારા ખાસ પ્રકારના સંગઠનો બનાવવા તેમજ સમાજના વિવિધ સ્તરના લોકોનો સાથ લઇ નાના નાના સમુહો તૈયાર કરી પૃથ્વીના જતન અંગેનો કાર્યક્રમ તૈયાર કરવો જોઇએ.
સંયુકત રાષ્ટ્ર સંસ્થા દ્વારા અત્રે થોડી જાણકારી પૃથ્વી ગ્રહની દેખભાળ કરવાની આપી છે. આ ઉપરાંત એવી ઘણી વ્યકિતઓ છે, એવા ઘણા સંગઠનો છે, તેમના પાસે આથી પણ વિશેષ જ્ઞાન આ અંગેનું હશે, તેમના પોતાના પણ કાર્યક્રમો હોઇ શકે તેવા લોકો પણ પૃથ્વી ગ્રહના જતનમાં સહકાર આપે, નવા વિચારો આપે જેથી આપણે જે ગ્રહમાં રહીએ છીએ એ ગ્રહ પૃથ્વી ખૂબ જ સુંદર, રહેવાલાયક અને સમૃદ્ધ બને. દરેકને પોતાનું ઘર શ્રેષ્ઠ બને તેવું વિચારતા હોય છે, તો આપણે સર્વે આવું વિચારી પૃથ્વીને કેમ શ્રેષ્ઠ ન બનાવીએ, જયાં આપણે આપણું સમગ્ર જીવન વિતાવવાનું છે, આપણી પેઢીને સુંદર ગ્રહમાં રહેવાની ઇચ્છા છે. તો ચાલો સાથે મળી આપણે આપણા પૃથ્વી ગ્રહને સુંદર બનાવીએ.